વાંકાનેરમાં દરગાહે ગયેલા યુવાનને તેનો દીકરો મળવા માટે આવતા સસરા-સાળા સહિત ચારે યુવાનને માર માર્યો
મોરબીમાં કારખાને ગયેલ યુવાન ઘરે પરત ન ફરતા શોધખોળ શરૂ
SHARE









મોરબીમાં કારખાને ગયેલ યુવાન ઘરે પરત ન ફરતા શોધખોળ શરૂ
મોરબીના વાવડી રોડ ઉપર મીરાપાર્ક શેરી નંબર-૨ માં મહેશ પાન વાળી શેરીમાં રહેતા દિનેશભાઇ અવચરભાઈ ધોળકિયા પ્રજાપતિ કુંભાર નામનો ૪૨ વર્ષીય યુવાન ગુમ થઈ ગયો હોય હાલ તે અંગે તેમના પત્નીએ તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.
જાણવા મળતી વિગતો મુજબ મોરબીના વાવડી રોડ મીરાપાર્ક શેરી નંબર-૨ માં રહેતા દિનેશભાઇ અવચરભાઈ ધોળકિયા પ્રજાપતિ કુંભાર નામનો ૪૨ વર્ષીય યુવાન ગત તા.૧૮-૮ ના રોજ સવારે સાતેક વાગ્યે નોકરીએ જવા માટે રંગપર ગામની સીમમાં આવેલ એલવી ગ્રેનાઇટોમાં ગયા હતા અને ત્યાંથી તેઓ ઘરે આવવા માટે બાઈક લઈને નીકળયા હતા જે દરમિયાન રસ્તામાં તેઓ ગુમ થઈ ગયા હોય અને છેલ્લા બે દિવસથી તેઓ ઘરે પરત આવ્યા ન હોય તેમના પત્ની શિલ્પાબેન દિનેશભાઈ ધોળકીયાએ હાલમાં તેમના પતિ દિનેશભાઈ ગુમ થયા હોવા અંગેની મોરબી તાલુકા પોલીસ મથક ખાતે ફરિયાદ નોંધાવતા તાલુકા પોલીસ મથકના એમ એલ.બારૈયાએ નોંધ કરીને ગુમ થયેલા દિનેશભાઈની શોધખોળ હાથ ધરી છે.
૨૫ લિટર દેશી દારૂ સાથે એક ઝડપાયો
મોરબી સીટી બી ડીવીઝન પોલીસ સ્ટાફ દ્વારા શહેરના સામાકાંઠા વિસ્તારમાં બાતમીને આધારે રેડ કરવામાં આવી હતી. મોરબીના વાંકાનેર હાઇવે ઉપર આવેલ વિશાલ ફર્નીચર પાછળની લક્ષ્મીનગર સોસાયટીમાં કરવામાં આવેલી રેડમાં વિજય હમીર ખીંટ જાતે ભરવાડ નામના ૨૭ વર્ષીય યુવાનની ૨૫ લિટર દેશી દારૂ કિંમત રૂા.૫૦૦ ના જથ્થા સાથે અટકાયત કરવામાં આવેલ છે.
વાહન અકસ્માતમાં ઈજા
મોરબીના સામાકાંઠે ગુજરાત હાઉસિંગ બોર્ડ વિસ્તારમાં રહેતા મહેન્દ્રસિંહ ચંદ્રસિંહ સોલંકી નામનો યુવાન મોરબીના સામાકાંઠે જ આવેલ રામકૃષ્ણનગરમાં કામ સબબ ગયો હતો અને ત્યાંથી તે પરત બાઈકમાં ઘરે જતો હતો ત્યારે મહેન્દ્રનગર રોડ ઉપર આવેલ ગોમતી નીવાસ પાસે તેનું બાઇક સ્લીપ થઇ જતાં સર્જાયેલ અકસ્માતમાં ઇજાઓ થતા તેને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયો હતો.
“મોરબી ટુડે” માં પ્રસિદ્ધ થતા સમાચાર વધુમાં વધુ વાંચકો સુધી પહોચે તેવા અમારા પ્રયાસો છે અને અમારા સમાચારની વિશ્વાસનીયતા વધુ હોવાથી જાણીતી વેબ પોર્ટલો તેમાંથી સમાચાર લઈને તેના વાંચકોને પીરસે છે જે મોરબીના હિતમાં છે “બી- પોઝીટીવ”
