“એનજીટીના ૫૦૦ કરોડથી વધુના દંડમાં રાહત આપવો”: કેન્દ્રિય કેબિનેટ મંત્રી રૂપાલાને મોરબીના સિરામિક ઉદ્યોગકારોની રજૂઆત
SHARE









“એનજીટીના ૫૦૦ કરોડથી વધુના દંડમાં રાહત આપવો”: કેન્દ્રિય કેબિનેટ મંત્રી રૂપાલાને મોરબીના સિરામિક ઉદ્યોગકારોની રજૂઆત
મોરબીના સિરામિક ઉદ્યોગકારોને એનજીટી દ્વારા ૫૦૦ કરોડથી વધુનો દંડ કરવામાં આવ્યો છે જે મુદ્દે હાલમાં હાઇકોર્ટની અંદરમ મેટર ચાલી રહી છે તે દરમિયાન મોરબીની અંદર કેન્દ્રીય કેબિનેટ મંત્રી જન આશીર્વાદ યાત્રામાં આવ્યા હતા ત્યારે મોરબી સીરામીક એસોસિએશનના પ્રમુખ સહિતના હોદ્દેદારો તેઓને મળ્યા હતા અને ખાસ કરીને મોરબીના સિરામિક ઉદ્યોગકારોને એનજીટી દ્વારા જે દંડ કરવામાં આવેલ છે તેમાં રાહત મળે તેના માટે થઈને રજૂઆત કરવામાં આવી હતી ત્યારે તેઓએ જણાવ્યું હતું કે હાલમાં આ કોર્ટ મેટર છે જેથી ચુકાદો આવે પછી તેને સુપ્રીમ કોર્ટમાં પડકારી શકાય છે વધુમાં આ બેઠકની અંદર આગામી દિવસોમાં મોરબીના સિરામિક ઉદ્યોગમાં વપરાતા નેચરલ ગેસના ભાવમાં વધારો થશે તેનો સંકેત આપી દેવામાં આવ્યો છે
ભારત સરકારના મંત્રી મંડળમાં ગુજરાતમાંથી ઘણા મંત્રીઓને લેવામાં આવ્યા છે જેથી કરીને ગુજરાત રાજ્યની અંદર હાલમાં જન આશીર્વાદ યાત્રા યોજાઈ રહી છે તે દરમિયાન ગઈકાલે શુક્રવારના રોજ જન આશીર્વાદ સાથે કેન્દ્રીય કેબિનેટ મંત્રી પરસોતમ રૂપાલા મોરબી પહોંચ્યા હતા ત્યારે મોરબીના સર્કિટ હાઉસ ખાતે મોરબી સીરામીક એસોસિએશનના પ્રમુખ મુકેશભાઇ કુંડારીયા, નિલેશભાઈ જેતપરિયા, કિરીટભાઈ પટેલ અને માજી પ્રમુખ મુકેશભાઇ ઉઘરેજા સહિતના આગેવાનો પરસોતમ રૂપાલાને મળ્યા હતા અને ખાસ કરીને મોરબીના સિરામિક ઉદ્યોગકારોની અગાઉ એનજીટી દ્વારા ૫૦૦ કરોડથી વધુનો દંડ કરવામાં આવ્યો છે જે બાબતે રજૂઆત કરી હતી અને સરકાર પાસેથી સહકાર માંગ્યો હતો
ત્યારે કેન્દ્રીય કેબિનેટ મંત્રી પરસોતમ રૂપાલાએ જણાવ્યું હતું કે હાલમાં આ મુદ્દો હાઇકોર્ટમાં ચાલી રહ્યો છે ત્યારે કોર્ટ મેટર હોવાથી કોર્ટ જજમેન્ટ આવે તેના આધારે આગળની કાર્યવાહી કરી શકાય છે અને ત્યારબાદ આ ચુકાદાને સુપ્રીમ કોર્ટમાં પડકારી શકાય છે જેથી કરીને કોર્ટનું જજમેન્ટ આવે ત્યાં સુધી આગળ કોઇ કાર્યવાહી કરી ન શકાય તેવું જણાવ્યું હતું અને ખાસ કરીને આ બેઠકમાં હાજર રહેલા ગુજરાત રાજ્યના મંત્રી અને મોરબી જિલ્લાના પ્રભારી મંત્રી સૌરભભાઇ પટેલે જણાવ્યું હતું કે હાલમાં ક્રૂડ ઓઇલના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે જેથી આગામી દિવસોમાં સિરમિકમાં ઉપયોગમાં લેવામાં આવતા નેચરલ ગેસના ભાવ વધે તેવી શક્યતા છે એટલે કે જન આશીર્વાદ લેવા માટે આવેલા નેતાઓએ મોરબીના સિરામિક ઉદ્યોગકારોને આગામી દિવસોમાં ગેસના ભાવ વધારવાનો સંકેત આપી દીધો છે
