મોરબીમાં હીટરમાં પાણી ગરમ કરતા સમયે શોર્ટ લાગતા વૃદ્ધનું મોત
મોરબીના ફ્લોરા રિવર સાઈડમાં પર્યાવરણ પ્રેમી યુવાનોએ વૃક્ષારોપણ કર્યું
SHARE
મોરબીના ફ્લોરા રિવર સાઈડમાં પર્યાવરણ પ્રેમી યુવાનોએ વૃક્ષારોપણ કર્યું
મોરબીમાં પર્યાવરણ પ્રેમીઓ દ્વારા પક્ષીઓને ખોરાક અને રેહઠાણ મળતું રહે અને પર્યાવરણનું જતન થતુ રહે તે હેતુથી ફ્લોરા રીવર સાઈડની બાજુમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું.જેમાં ૨૦ વૃક્ષોનું રોપણ કરવામાં આવ્યું હતું તેમાં દેશીકુળના અને ફળાઉ વૃક્ષો વાવવામા આવ્યા હતા.તેમાં વડ, ઉંમરો પીપળો, લીમડો, જામફળ, સેતુર, બદામ, જાંબુ, સીતાફળ વગેરે વૃક્ષોનું રોપણ કરવામાં આવ્યું હતું.વૃક્ષો વાવો અને ઉછેરો પર્યાવરણ બચાવો અને વૃક્ષો કપાતા બચાવોનો સંદેશ લોકોને આપવા ફ્લોરા રિવર સાઈડની ટીમના કિશોરભાઈ વિરમગામા, સુભાસભાઈ, અમિતભાઈ, મનોજભાઈની ટીમે વૃક્ષોના સારસંભાળની જવાબદારી લીધી છે.જયારે પર્યાવરણ પ્રેમી વિપુલભાઈ અને સાગરભાઈ કડીવાર, તેમજ યંગીસ્તાન ગ્રુપના નિર્મલસિંહ, આર્જવભાઈ, કશ્યપભાઈ, તેજશભાઈ, હાર્દિકભાઈ, નીરવભાઈ સહિતના સભ્યોએ મળીને વૃક્ષરોપણ કર્યું હતું. સાથે જ વધુ લોકો વૃક્ષારોપણ અભિયાન ચલાવીને વૃક્ષોનો ઉછેર થાયતેવી તેઓએ સૌને અપીલ કરી હતી.