મોરબીમાં માતા-પિતાએ તર છોડાયેલી બાળકીને ૧૮૧ અભયમ ટીમે સુરક્ષિત સ્થાને આશ્રય અપાવ્યો
મોરબીમાં હીટરમાં પાણી ગરમ કરતા સમયે શોર્ટ લાગતા વૃદ્ધનું મોત
SHARE
મોરબીમાં હીટરમાં પાણી ગરમ કરતા સમયે શોર્ટ લાગતા વૃદ્ધનું મોત
મોરબી જિલ્લાના હળવદ તાલુકાના સુરવદર ગામે વૃદ્ધ વહેલી સવારે ગરમ પાણી કરવા માટે હીટર ચાલુ કરી રહ્યા હતા તે દરમિયાનમાં તેઓને ઇલેક્ટ્રીક શોર્ટ લાગતા તેઓનું ઘટના સ્થળે મોત નીજપત્તા તેમના મૃતદેહને પીએમ માટે મોરબી ખસેડવામાં આવ્યો હતો.જેથી એ ડિવિઝન પોલીસે પ્રાથમિક તપાસ કરી બનાવ અંગે હળવદ પોલીસને જાણ કરી હતી.
મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સુત્રોમાંથી મળતી માહિતી મુજબ મોરબી જિલ્લાના હળવદ તાલુકાના સુરવદર ગામે રહેતા રામભાઈ વાસુદેવભાઈ મૈયડ નામના ૬૫ વર્ષીય આધેડ તા.૧૨ ના વહેલી સવારે છએક વાગ્યાના અરસામાં તેઓના ઘેર પાણી ગરમ કરવા માટે હીટર ચાલુ કરતા હતા ત્યારે તેમને ઇલેક્ટ્રીક શોટ લાગ્યો હતો. જેથી કરીને તેઓનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું અને તેઓના મૃતદેહને પીએમ અર્થે અત્રેની સિવિલ હોસ્પિટલે લાવવામાં આવ્યો હતો અને બનાવની જાણ થતા એ ડિવિઝન પોલીસ મથકના એચ.એમ.ચાવડા દ્વારા પ્રાથમિક તપાસ કરીને બનાવ હળવદ પોલીસ મથક વિસ્તારનો હોય ત્યાં બનાવ સંદર્ભે આગળની તપાસ અર્થે જાણ કરવામાં આવી હતી.
આધેડ સારવારમાં
માળિયા મીંયાણાના રહેવાસી દિનેશભાઈ મધુભાઈ નામના ૫૦ વર્ષીય આધેડને માળિયા નજીક આવેલ ઓનેસ્ટ હોટલ પાસે માથાના ભાગે ઇજાગ્રસ્ત હાલતમાં ૧૦૮ વડે સારવાર માટે અત્રેની સિવિલ હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા જેથી એ ડિવિઝન પોલીસ મથકના વિપુલભાઇ ફુલતરીયા દ્વારા બનાવ અંગે આગળની તપાસ હાથ ધરવામાં આવી હતી.જ્યારે હળવદ તાલુકાના માથક ગામે રહેતા દિનેશ મધુભાઈ દેવીપુજક નામના ૩૪ વર્ષીય યુવાનને વાહન અકસ્માતના બનાવમાં ઇજાઓ થવાથી તેને સારવાર માટે મોરબી લાવવામાં આવ્યો હતો.
વાહન અકસ્માતમાં ઇજા
મોરબી તાલુકાના ધુળકોટ ગામે રહેતા શાંતિલાલ કરસનભાઈ સાવરીયા નામનો ૩૦ વર્ષનો યુવાન આમરણ ગામે હાઈસ્કૂલના ઢાળિયા પાસેથી જતો હતો ત્યાં તેના બાઇકને એસટી બસ સાથે અથડામણ થતા માથાના ભાગે ઇજાગ્રાસ્ત હાલતમાં તેને સારવાર માટે મોરબી લાવવામાં આવ્યો હતો.જ્યારે મોરબીના સામાકાંઠે ઘુંટુ વિસ્તારમાં રહેતા સંતોષભાઈ કૈલાશભાઈ મોરી (૧૯) નામનો યુવાન માળીયા હાઇવે ઉપર જેસીબીનું ટાયર બદલાવતો હતો ત્યારે ટ્રક ચાલકે તેને હડફેટ લેતા ઇજાગ્રાસ્ત હાલતમાં સારવારમાં ખસેડાયો હતો.