મોરબીના શોભેશ્વર રોડે કારખાનાના લેબર કવાર્ટરમાં ગળાફાંસો ખાઈને યુવાને કર્યો આપઘાત મોરબી નજીક હોટલના રૂમમાં ખેવારિયા ગામના યુવાને ગળાફાંસો ખાઈને કર્યો આપઘાત મોરબીમાં કોરલ ગોલ્ડ ટાઇલ્સ નામનું કારખાનું ધરાવતા ઉદ્યોગપતિ સાથે જોન્સન કંપનીના એકઝીકયુટીવ ડાયરેકટરના નામે 98 લાખની છેતરપિંડી મોરબીમાં યુવાનને ઊંચા વ્યાજે રૂપિયા આપીને પઠાણી ઉઘરાણી, જાનથી મારી નાખવાની ધમકી હળવદના ટીકર રણમાં કૂવો ગાળતા સમયે ગેસ ગળતર થતાં એક યુવાનનું મોત, બે સારવારમાં ટંકારાના સરાયા ગામે ઘોડી દૂર ચલાવવાનું કહેતા યુવાન સહિત બે વ્યક્તિને ઘોકા વડે માર માર્યો ટંકારાના વીરપર પાસે કાર ચાલકે બાઇકને ટક્કર મારતા સર્જાયેલ અકસ્માતમાં વૃદ્ધનું મોત મોરબીમાં ઘરમાંથી દારૂની 20 બોટલો ઝડપાઇ, આરોપીની શોધખોળ
Breaking news
Morbi Today

“નંદ ઘેર આનંદ ભૈયો”: મોરબી આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ દ્વારા જન્માષ્ટમીએ મટકીફોડ  યોજાશે


SHARE





























“નંદ ઘેર આનંદ ભૈયો”: મોરબી આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ દ્વારા જન્માષ્ટમીએ મટકીફોડ  યોજાશે

રાજકીય યાત્રામા જનમેદની ની છુટછાટ પરંતુ હિન્દુ ધર્મના પવિત્ર પર્વ જન્માષ્ટમીની શોભાયાત્રામા જનસંખ્યાની મર્યાદા તથા જાહેર મટકીફોડના કાર્યક્રમ પર પ્રતિબંધ જાહેર થતા સંસ્થા દ્વારા ડીઝીટલ કાર્યક્રમનો નિર્ણય કરવામાં આવ્યો છે

આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ-મોરબી દ્વારા આગામી તા.૩૦  સોમવારના રોજ કૃષ્ણ જન્મોત્સવ ની ભક્તિભાવપૂર્વક ઉજવણી કરવા નુ નિર્ધારિત કરવા મા આવ્યુ છે. જે અંતર્ગત ૧૨ વર્ષ સુધી ના બાળકો માટે ડીઝીટલ “રાધા-કૃષ્ણ” સ્પર્ધા નુ આયોજન કરવા મા આવ્યુ છે. જન્માષ્ટમી ના દીવસે નાના બાળકો ને પોતાના ઘરે રાધા અથવા કૃષ્ણ ભગવાન ના વસ્ત્રો પરિધાન કરાવવા ના રહેશે તેમજ ૧.૫ થી ૨ મીનીટ નો વિડીયો બનાવી સંસ્થાના પદાધિકારી કૌશલભાઈ જાની વોટ્સએપ નં- ૭૦૬૯૬૭૫૨૧૯ અથવા વિશાલભાઈ ગણાત્રા વોટ્સએપ નં-૮૨૩૮૪૬૬૨૦૨ પર વોટ્સએપ દ્વારા મોકલવાનો રહેશે.

બાળકો દ્વારા વક્તવ્ય, ગીતાજી ના શ્લોક અથવા પરિવાર ના સભ્યો સાથે રહી પોતાના નિવાસ સ્થાને જ મટકીફોડનો કાર્યક્રમ યોજી બાળકોના વરદ્ હસ્તે મટકી ફોડ યોજી તેનો વિડીયો બનાવી તા.૩૦ સોમવારના રોજ સંસ્થાના પદાધિકારી ના ઉપરોક્ત વોટ્સએપ નંબર પર મોકલવાનો રહેશે. વિડીયો સાથે બાળકનુ નામ, ગામ, વાલી નો સંપર્ક નંબર, બાળક ના આધાર કાર્ડ અથવા જન્મ નુ પ્રમાણપત્રનો ફોટો મોકલવાનો રહેશેવિજેતા સ્પર્ધકો ને સંસ્થા તરફ થી ઈનામ તથા દરેક સ્પર્ધકો ને આશ્વાસન ઈનામ અર્પણ કરવા મા આવશે. સ્પર્ધા મા મોરબી જીલ્લામા સમાવિષ્ટ મથકના બાળકો ભાગ લઈ શકશે. વધુ માહીતી માટે આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ મંત્રી નિર્મિતભાઈ કક્કડ મો.૯૯૯૮૮૮૦૫૮૮ નો સંપર્ક કરવા શહેર અધ્યક્ષ ભાવીનભાઈ ઘેલાણીએ યાદીમા જણાવ્યુ છે.

અત્રે ઉલ્લેખનીય છે કે મુખ્યમંત્રીની અધ્યક્ષતામા મળેલ બેઠકમા જન્માષ્ટમીના પર્વની ઉજવણી અંગે ગાઈડલાઈન જાહેર કરવામા આવી છે જેમા ૨૦૦ લોકોની છુટ સાથે શોભાયાત્રા યોજી શકાશે પરંતુ જાહેર મટકીફોડ કાર્યક્રમ પર પ્રતિબંધ ફરમાવવા મા આવ્યો છે. જાહેર મટકીફોડ પર પ્રતિબંધ, તો શોભાયાત્રાનો શું મતલબ? કરોડો હિન્દુઓ ની આસ્થા ભગવાન શ્રી કૃષ્ણ પર રહેલી છે ત્યારે કૃષ્ણ જન્મોત્સવની ઉજવણી પર કોરોના નુ ગ્રહણ, પરંતુ નેતાઓની યાત્રામા વિશાળ જનમેદની એકઠી કરવા પર છુટછાટ..? જેવા યક્ષ પ્રશ્નો આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ દ્વારા ઉઠાવી કાયદાની મર્યાદામા રહી ડીઝીટલ જન્માષ્ટમી ની ઉજવણી કરી ઘરે-ઘરે મટકી ફોડ કરી શ્રી કૃષ્ણ જન્મોત્સવ  વધાવવાનુ નિર્ધારિત કરવામા આવ્યુ છે. તેવું આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ મંત્રી નિર્મિતભાઈ કક્કડએ જણાવ્યુ છે
















Latest News