મોરબી જીલ્લામાં દારૂના ગુનામાં સંડોવાયેલ મહિલા સહિત બે વ્યક્તિ પાસા હેઠળ જેલ હવાલે આત્મનિર્ભર: મોરબીમાં મુસ્કાન વેલફેર સોસાયટી દ્વારા છ યુવતી માટે બ્યુટી પાર્લર-મેહંદી કોર્સની વ્યવસ્થા કરાઇ મોરબીના ઘૂંટુ ગામની સીમમાં કુવામાં પડી જવાથી મૃત્યુ પામેલા અજાણ્યા યુવાનની ઓળખ મેળવવા તજવીજ મોરબી પ્રેસ મીડિયા એસો.ની રચના કરાઇ વિકાસ સપ્તાહ: મોરબીમાં મણીમંદિરથી ત્રિકોણબાગ સુધી વિકાસ પદયાત્રા યોજાઈ ટંકારામાં દિવાલો વિકાસ સપ્તાહના રંગે રંગાઈ વાંકાનેરમાં વિકાસ સપ્તાહ અંતર્ગત સફાઈ કામદાર માટે મેડિકલ ચેકઅપ કેમ્પ યોજાયો માળીયા મિયાણા તાલુકામાં ખેડૂત પાસેથી 300 મણ મગફળી ટેકાના ભાવે ખરીદી કરવામાં આવે તેવી તાલુકા કોંગ્રેસના પ્રમુખની માંગ
Breaking news
Morbi Today

વાંકાનેરના વિનયગઢ ગામે સર્પે દંશ દેતાં મહિલાનું મોત


SHARE













વાંકાનેરના વિનયગઢ ગામે સર્પે દંશ દેતાં મહિલાનું મોત

વાંકાનેર તાલુકાના વિનયગઢ ગામે મહિલાને સર્પે દંશ મારી દેતાં તેનું ઘટનાસ્થળે મોત નીપજ્યું હતું જેથી કરીને તેના મૃતદેહને પીએમ માટે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો અને આ બનાવની મૃતકના ભાઇએ વાંકાનેર તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે

બનાવની જાણવા મળતી વિગત મુજબ વાંકાનેર તાલુકાના વિનયગઢ ગામે રહેતા ગોવિંદભાઇ ખમાણીની દિકરી ભાનુબેન (ઉંમર ૪૦) ગઈકાલે પોતાના ઘરે હતી ત્યારે સર્પે દંશ મારી દીધો હતો જેથી કરીને તેઓનું ઘટના સ્થળે જ મોત નીપજયું હતું હાલમાં ખીમાભાઈ ગોવિંદભાઈ ખમાણીએ આ અંગે વાંકાનેર તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

અકસ્માતમાં નુકશાન

મોરબી નજીકના લાલપર ગામથી આગળના ભાગમાં નર્મદા કેનાલની બાજુમાં પ્રિયા સેનેટરી નામના કારખાના પાસે આઈ ટ્વેન્ટી કાર નંબર જીજે ૩૬ એલ તેલ ૯૧૦૮ ઊભી હતી ત્યારે ડ્રાઇવરની પાછળના ભાગેથી ડમ્પર નંબર જીજે ૧૨ બીએક્સ ૫૭૪૪ ના ચાલકે ઠોકર મારી હતી જેથી કરીને કારમાં નુકશાન થયું છે. માટે નિલેષ રમેશભાઇ સોલંકી રહે, પ્રેમજીનગર વાળાએ ડમ્પરના ચાલક સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ડમ્પરના ચાલક અબ્દુલ કાસમ કુંભાર (૨૪) રહે, સઇ ગામ રાપર વાળાની સામે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે

મોરબી ટુડેમાં પ્રસિદ્ધ થતા સમાચાર વધુમાં વધુ વાંચકો સુધી પહોચે તેવા અમારા પ્રયાસો છે અને અમારા સમાચારની વિશ્વાસનીયતા વધુ હોવાથી જાણીતી વેબ પોર્ટલો તેમાંથી સમાચાર લઈને તેના વાંચકોને પીરસે છે જે મોરબીના હિતમાં છેબી- પોઝીટીવ




Latest News