મોરબીના સ્વામિનારાયણ ગુરુકુળમાં ટીચર્સ ટ્રેનિંગ પ્રોગ્રામ યોજાયો
મોરબી પાલિકાની હદમાં ૪૫ કરોડના વિકાસ કામો વહીવટી મંજૂરી માટે મોકલાયા
SHARE
મોરબી પાલિકાની હદમાં ૪૫ કરોડના વિકાસ કામો વહીવટી મંજૂરી માટે મોકલાયા
મોરબી નગરપાલિકા હદ વિસ્તારમાં ૮ વોર્ડમાં છેવાડાના વિસ્તારની સોસાયટી તેમજ વાડી વિસ્તારમાં ભૂગર્ભ ગટર,પીવા માટે પાણીની લાઈન, સ્ટ્રીટ લાઈટ તથા રોડ રસ્તા માટે વિધાનસભાની વચગાળાની ચૂંટણી બાદ રાજ્ય સરકાર દ્વારા આશરે ૪૫ કરોડ જેટલી રકમ મંજુર કરેલ છે જે અંગે જુદા જુદા વિસ્તારના ગટર તેમજ પાણીની લાઇન માટે એસ્ટીમેટ તૈયાર કરી GUDM ગાંધીનગરને વહીવટી મંજૂરી અર્થે મોકલેલ છે અને આ વહીવટી મંજૂરી વહેલાસર મળી રહે તે માટે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીને ગાંધીનગર મળવા માટે મોરબી પાલિકાના મહિલા પ્રમુખના પતિ કરમશીભાઈ પરમાર સહિતના આગેવાનો ગયા હતા ત્યારે આ મોરબી માળીયાના લોકપ્રિય ધારાસભ્ય બ્રિજેશભાઈ મેરજા, નગરપાલિકાના ચેરમેન ચુનીલાલ પરમાર, સતવારા સમાજના આગેવાન વિજયભાઈ પરમાર, દિનેશભાઇ પરમાર, જયંતીભાઈ ડાભી વિગેરે હાજર રહ્યા હતા
“મોરબી ટુડે” માં પ્રસિદ્ધ થતા સમાચાર વધુમાં વધુ વાંચકો સુધી પહોચે તેવા અમારા પ્રયાસો છે અને અમારા સમાચારની વિશ્વાસનીયતા વધુ હોવાથી જાણીતી વેબ પોર્ટલો તેમાંથી સમાચાર લઈને તેના વાંચકોને પીરસે છે જે મોરબીના હિતમાં છે “બી- પોઝીટીવ”