મોરબીમાં નટરાજ ફાટક પાસે નડતર રૂપ સળિયાને જાગૃત આગેવાને દૂર કરાવ્યો માળીયા (મી)ના વવાણીયા પાસે યુવાનની હત્યાના ગુનામાં પકડાયેલ બંને આરોપીના રિમાન્ડ મંજૂર મોરબીમાં આવેલ સાર્થક વિદ્યામંદિરમાં પ્રિ-બોર્ડ એક્ઝામ યોજાઇ મોરબીની વિનય ઇન્ટરનેશનલના વિદ્યાર્થીઓએ બેડમિન્ટન, કરાટે અને સ્કેટિંગ સ્પર્ધામાં જિલ્લા કક્ષાએ મેડલ મેળવ્યા મોરબીના ઝાલા પરિવારે લગ્નના ચાંદલા સ્વરૂપે આવેલી માતબર રકમ નવનિર્મિત રાજપૂત સમાજ ભવન માટે અર્પણ કરી મોરબી મહાપાલિકામાં કમિશ્નરને મળવા માટે માંગવામાં આવતો અભિપ્રાય-સહી યોગ્ય નથી: કોંગ્રેસ મોરબી જીલ્લામાં મતદાનના ૪૮ કલાક પહેલા ચુંટણી સંબંધિત વિસ્તાર છોડી દેવાની તાકીદ મોરબીના ઘૂટું ગામનો રહેવાસી મોક્ષ કૈલા જીલ્લા કક્ષાએ દોડમાં વિજેતા બન્યો
Breaking news
Morbi Today

ચૂંટણી ઇફેક્ટ: મોરબીના નટરાજ ફાટકે રેલવેમાંથી વર્ષ ૨૦૧૮ માં મંજૂર થયેલ ઓવરબ્રિજનો હવે ૨૦૨૨ માં વર્ક ઓર્ડર દેવાશે !


SHARE













ચૂંટણી ઇફેક્ટ: મોરબીના નટરાજ ફાટકે રેલવેમાંથી વર્ષ ૨૦૧૮ માં મંજૂર થયેલ ઓવરબ્રિજનો હવે ૨૦૨૨ માં વર્ક ઓર્ડર દેવાશે !

મોરબીના સામાકાંઠા વિસ્તારમાંથી શહેરમાં આવવા માટેના પ્રવેશ દ્વાર સમાન નટરાજ ફાટક દિવસમાં અનેક વખત બંધ થતું હોવાથી ત્યાં ઓવર બ્રીજ બનાવવા માટેની માંગણી છેલ્લા ઘણા વર્ષોથી કરવામાં આવી રહી હતી અને રેલ્વે વિભાગમાંથી વર્ષ ૨૦૧૮ માં ઓવરબ્રીજ માટે જરૂરી મંજુરી મળી ગઈ હતી જેથી કરીને નટરાજ ફાટક પાસેના ઓવરબ્રિજને નડતર રૂપ ગ્રહણ ત્યારે જ દુર થઇ ગયું હતું જો કે, સરકારી કામ ગોકળગતિએ કરવામાં આવતા હોય છે તેનો બોલતો પુરાવો આ ઓવરબ્રિજ બોલતો પુરાવો છે તેવું કહીએ તો તેમાં જરાપણ અતિશયોક્તિ નથી કેમ કે, વર્ષ ૨૦૧૮ માં રેલવેમાંથી મંજૂર થયેલ ઓવરબ્રિજ બનાવવા માટેના કામનો વર્ક ઓર્ડર ૨૦૨૨ માં આપવામાં આવે તેવા સંકેત મળી રહ્યા છે અને ચૂંટણીની આચારસંહિતા અમલમાં આવે તે પહેલા કામનો વર્ક ઓર્ડર આપવામાં આવે તે નિશ્ચિત છે

મોરબી શહેરમાંથી સામાકાંઠે વિસ્તાર તરફ આવેલા કારખાના આવા તેમજ જવા માટે સવારે અને સાંજના સમયે વધુ ટ્રાફિક રહેતો હોવાથી નટરાજ ફાટક પાસે અવારનવાર ફાટક બંધ થતી હોય ટ્રાફિકજામની સમસ્યા સર્જાતી હતી જેથી તેના કાયમી ઉકેલ માટે નટરાજ ફાટક પાસે ઓવર બ્રીજ બનાવવાની માંગણી કરવામાં આવતી હતી પરંતુ જે તે સમયે રેલ્વે વિભાગમાંથી જરૂરી એનઓસી મળતી ન હોવાથી કામ વર્ષ ૨૦૧૮ માં આગળ વધી શકતું ન હતું જો કે, વર્ષ ૨૦૧૮ માં એનઓસી મળી ગઈ હતી જો કે, આ બ્રિજનું કામ સરકારી અન્ય કામોની જેમ ગોકળ ગતિએ કામ કરવામાં આવી રહયું હતું જેના લીધે આજ સુધી આ બ્રિજ બનેલ નથી તે હક્કિત છે

સુત્રોના કહેવા પ્રમાણે પહેલા આ જગ્યાએ અંરબ્રિજ બનાવવાની વાત હતી જો કે, ત્યાર બાદ ઓવરબ્રિજ મંજૂર કરવામાં આવેલ છે અને નટરાજ ફાટક પાસે જે બ્રિજ બનવાનો છે તેના માટેની કુલ રકમ ૭૪ કરોડ છે અને તેના ૫૦ ટકા એટલે કે ૩૭ કરોડ રૂપિયા પાલિકાને જમા કરાવવાના રહેશે ત્યાર પછી વર્ક ઓર્ડર આપવામાં આવશે જો કે, વહીવટી પ્રક્રિયામાં વાર લાગતે તો હજુ પણ કામ શરૂ થાય તેવી શકયતા છે જેથી કરીને ચૂંટણીની આચારસંહિતા જાહેર કરવામાં આવે તે પહેલા મોરબીના નટરાજ ફાટકે ઓવરબ્રિજ બનાવવા માટેના કામનો વર્ક ઓર્ડર આપવામાં આવે તેવા સંકેત મળી રહ્યા છે આ કામ માટે હાલમાં રણજીત બિડ કોન નામની એજન્સી ફિક્સ કરી દેવામાં આવી છે ત્યારે સવાલ એ ઊભો થાય છે કે, વર્ષ ૨૦૧૮ માં રેલ્વે વિભાગમાંથી ઓવરબ્રિજ માટેની મંજૂરી મળી ગયેલ હતી તેનું કામ હવે વર્ષ ૨૦૨૨ માં શરૂ કરવામાં આવે તેવી શક્યતા છે








Latest News