મોરબીના ખ્યાતિબેન નિમાવતની નોટરી તરીકે નિમણૂક મોરબીમાં નટરાજ ફાટક પાસે નડતર રૂપ સળિયાને જાગૃત આગેવાને દૂર કરાવ્યો માળીયા (મી)ના વવાણીયા પાસે યુવાનની હત્યાના ગુનામાં પકડાયેલ બંને આરોપીના રિમાન્ડ મંજૂર મોરબીમાં આવેલ સાર્થક વિદ્યામંદિરમાં પ્રિ-બોર્ડ એક્ઝામ યોજાઇ મોરબીની વિનય ઇન્ટરનેશનલના વિદ્યાર્થીઓએ બેડમિન્ટન, કરાટે અને સ્કેટિંગ સ્પર્ધામાં જિલ્લા કક્ષાએ મેડલ મેળવ્યા મોરબીના ઝાલા પરિવારે લગ્નના ચાંદલા સ્વરૂપે આવેલી માતબર રકમ નવનિર્મિત રાજપૂત સમાજ ભવન માટે અર્પણ કરી મોરબી મહાપાલિકામાં કમિશ્નરને મળવા માટે માંગવામાં આવતો અભિપ્રાય-સહી યોગ્ય નથી: કોંગ્રેસ મોરબી જીલ્લામાં મતદાનના ૪૮ કલાક પહેલા ચુંટણી સંબંધિત વિસ્તાર છોડી દેવાની તાકીદ
Breaking news
Morbi Today

મોરબીના સાપર-ગાળા રોડ પરના બ્રિજનું ખાતમુહુર્ત રાજ્યમંત્રી બ્રિજેશભાઈ મેરજાએ કર્યું


SHARE













મોરબીના સાપર-ગાળા રોડ પરના બ્રિજનું ખાતમુહુર્ત રાજ્યમંત્રી બ્રિજેશભાઈ મેરજાએ કર્યું

રાજ્યમંત્રી બ્રિજેશભાઈ મેરજાના વરદ હસ્તે સાપર-ગાળા રોડ પરના બ્રિજનું ખાતમુહુર્ત કરવામાં આવ્યું હતું. મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના હેઠળ મોરબીના સાપર-ગાળા રોડ ૪૯૪ લાખના ખર્ચે નિર્માણ પામનાર છે. જે રોડનું શ્રમ, રોજગાર અને કૌશલ્ય વિકાસ, પંચાયત (સ્વતંત્ર હવાલો), ગ્રામ વિકાસ અને ગ્રામ ગૃહ નિર્માણ રાજ્યમંત્રી  બ્રિજેશભાઈ મેરજાના વરદ હસ્તે ખાતમુહુર્ત કરવામાં આવ્યું હતું.

 આ પ્રસંગે મંત્રી બ્રિજેશભાઈ મેરજાએ જણાવ્યું હતું કે, વર્તમાન રાજ્ય સરકારના નેતૃત્વમાં આ વિસ્તારમાં રોડ-રસ્તા, સિંચાઈ સહિત અનેક વિકાસ કાર્યોનું મંડાણ થયું છે. સરકારે મોરબીના વિકાસની સતત ખેવના રાખી છે  આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયત બાંધકામ સમિતિના ચેરમેન અજયભાઈ લોરિયા અને અગ્રણી અરવિંદ વાંસદડિયાએ પ્રાસંગિક પ્રવચન આપ્યું હતું. આ કાર્યક્રમનું સંચાલન જયદીપભાઈ સંઘાણીએ કર્યું હતું. આ પ્રસંગે ડીડીઓ પરાગ ભગદેવ, અતુલભાઈ, કાનજીભાઈ, રાકેશભાઈ, હંસાબેન, દિલીપભાઈ, મનસુખભાઈ, ગોરધનભાઈ, મુકેશભાઈ કુંડારિયા, મુકેશભાઈ ઉધરેજા, મણીભાઈ, સતીષભાઈ, ચંદુભાઈ, ધનજીભાઈ તેમજ કાર્યપાલક ઈજનેર એન.એ.ચૌધરી સહિતના હાજર રહ્યા હતા








Latest News