મોરબીના સાપર-ગાળા રોડ પરના બ્રિજનું ખાતમુહુર્ત રાજ્યમંત્રી બ્રિજેશભાઈ મેરજાએ કર્યું
મોરબી મહેન્દ્રડ્રાઈવ રોડે પુલ ઉપરથી નીચે પડતાં મૃત્યુ પામેલા યુવાનની ઓળખ મેળવવા તજવીજ
SHARE
![News Image](https://morbitoday.com/assets/blog/1667127841.jpg)
![](https://morbitoday.com/assets/images/advertisement/1732078089.jpg)
![](https://morbitoday.com/assets/images/advertisement/1731358188.jpg)
![](https://morbitoday.com/assets/images/advertisement/1726036900.jpg)
![](https://morbitoday.com/assets/images/advertisement/1735991009.jpg)
![](https://morbitoday.com/assets/images/advertisement/1736172568.jpg)
![](https://morbitoday.com/assets/images/advertisement/1738168550.png)
મોરબી મહેન્દ્રડ્રાઈવ રોડે પુલ ઉપરથી નીચે પડતાં મૃત્યુ પામેલા યુવાનની ઓળખ મેળવવા તજવીજ
મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશન ખાતે અકસ્માત મોત નોંધાયેલ છે. જે અનુસાર કોઈ અજાણ્યા પુરુષ આશરે ૩૫ વર્ષની જેની ઉમર છે તે તા.૨૯/૧૦ ના રોજ મોરબી મહેન્દ્રડ્રાઈવ રોડ પર આવેલ પુલ પરથી નીચે પડતા શરીરે તથા માથામાં ઈજા થતા મરણ ગયેલ હોય અને મરણ જનારની લાશનું સિવિલ હોસ્પિટલ મોરબી ખાતે પી.એમ. થઈ ગયેલ છે. મરણ જનારની લાશની કોઇ ઓળખ થયેલ ન હોય કે તેના વાલી વારસ મળી આવેલ નથી.
આ મરણ જનાર પુરૂષ આશરે ૩૫ વર્ષનો છે અને મરણ જનારની લાશ ઉપર કાળા કલરનો આખી બાયનો શર્ટ તથા માથે કાળા મોટા વાળ છે તથા નિચે ક્રીમ કલરનું પેંન્ટ પહેરેલ છે. આ મરણ જનારના વાલી વારસોએ મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનના પોલીસ હેડ કોન્સ્ટેબલ પી.બી.ઝાલાના મો.નં.૯૧૦૬૭૩૦૦૦૭ અથવા મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશન ટેલીફોન નંબરઃ- ૦૨૮૨૨-૨૩૦૧૮૮ નો સંપર્ક કરવા પોલીસ ઈન્સ્પેકટર એચ.એ.જાડેજા મોરબી સીટી એ ડીવીઝનની યાદીમાં જણાવાયું છે.
![](https://morbitoday.com/assets/images/advertisement/1735652558.jpg)
![](https://morbitoday.com/assets/images/advertisement/1722835068.jpg)
![](https://morbitoday.com/assets/images/advertisement/1737124052.jpg)