મોરબીના ખ્યાતિબેન નિમાવતની નોટરી તરીકે નિમણૂક મોરબીમાં નટરાજ ફાટક પાસે નડતર રૂપ સળિયાને જાગૃત આગેવાને દૂર કરાવ્યો માળીયા (મી)ના વવાણીયા પાસે યુવાનની હત્યાના ગુનામાં પકડાયેલ બંને આરોપીના રિમાન્ડ મંજૂર મોરબીમાં આવેલ સાર્થક વિદ્યામંદિરમાં પ્રિ-બોર્ડ એક્ઝામ યોજાઇ મોરબીની વિનય ઇન્ટરનેશનલના વિદ્યાર્થીઓએ બેડમિન્ટન, કરાટે અને સ્કેટિંગ સ્પર્ધામાં જિલ્લા કક્ષાએ મેડલ મેળવ્યા મોરબીના ઝાલા પરિવારે લગ્નના ચાંદલા સ્વરૂપે આવેલી માતબર રકમ નવનિર્મિત રાજપૂત સમાજ ભવન માટે અર્પણ કરી મોરબી મહાપાલિકામાં કમિશ્નરને મળવા માટે માંગવામાં આવતો અભિપ્રાય-સહી યોગ્ય નથી: કોંગ્રેસ મોરબી જીલ્લામાં મતદાનના ૪૮ કલાક પહેલા ચુંટણી સંબંધિત વિસ્તાર છોડી દેવાની તાકીદ
Breaking news
Morbi Today

મોરબીના રોહીદાસપરા વિસ્તારમાં વાહન અકસ્માતના બનાવમાં આધેડ મહિલા સારવારમાં


SHARE













મોરબીના રોહીદાસપરા વિસ્તારમાં વાહન અકસ્માતના બનાવમાં આધેડ મહિલા સારવારમાં

મોરબીના રોહીદાસપરા વિસ્તારમાં રહેતા નજમાબેન રફિકભાઈ પીંજારા નામની ૪૩ વર્ષીય મહિલા ઘરની બહાર શેરીમાં કચરો નાખવા માટે ગયા હતા ત્યારે અજાણ્યા વાહન ચાલકે તેમને હડફેટ લેતા ઇજાઓ પહોંચતા સારવારમાં લઈ જવામાં આવ્યા હતા.જ્યારે મોરબીના હજનારી ગામના રહેવાસી લક્ષ્મીબેન વિશાભાઈ કોળી નામની ૩૦ વર્ષીય મહિલા શહેરના સામાકાંઠે માળિયા ફાટક નજીકથી રીક્ષામાં બેસીને જતા હતા ત્યારે રીક્ષા પલ્ટી મારી જતા ઇજાઓ પહોંચતા લક્ષ્મીબેન કોળીને સારવારમાં લઈ જવામાં આવ્યા હતા.તેમજ સુરેન્દ્રનગર જિલ્લાના ધાંગધ્રા તાલુકામાં આવેલા વાઘગઢ ગામના સુરેખાબેન વાસુદેવભાઈ અજાણી નામની ૪૦ વર્ષીય મહિલાને ધ્રાંગધ્રા નજીક આવેલ સોલડી ગામના ફાટક નજીક બાઇક સ્લીપ થઇ જવાના બનેલ અકસ્માત બનાવમાં ઇજાઓ પહોંચેલ હોય તેમને સામાકાંઠે આવેલ શિવમ હોસ્પિટલે સારવાર માટે ખસેડવામાં આવ્યા હોય પોલીસે ઉપરોક્ત બનાવોની નોંધ કરીને આગળની તપાસ હાથ ધરી છે.

વાહન અકસ્માતમાં ઈજા

મોરબી તાલુકાના આમરણ ગામ નજીક આવેલ દિલીપ બિલ્ડકોન-૨ ની જગ્યાએ રહીને કામકાજ કરતા દલવીરસિંગ રામપ્રસાદસિંગ નામના ૨૮ વર્ષના યુવાનને ટ્રક ચલાવતા સમયે તેનો ટ્રક અન્ય ટ્રકની સાથે અથડાતા થયેલ અકસ્માતે ઇજા પહોંચેલ હોય તેને અત્રેની ક્રિષ્ના હોસ્પિટલે સારવાર માટે લાવવામાં આવ્યો હતો.જ્યારે મોરબીના કેનાલ ચોકડી કંડલા બાયપાસ શિયાળની વાડી નજીક રહેતા પ્રવીણ ગણેશભાઈ નકુમ નામના ૩૮ વર્ષીય યુવાનને ભરતનગરથી પાવડીયારી તરફ જતા રસ્તામાં બાઈક સ્લીપ થઈ જતા ઇજાઓ પહોંચતા તેને હોસ્પિટલે સારવારમાં ખસેડાયો હતો.

મારામારીમાં ઇજા

મોરબીના સામાકાંઠે ઇન્દિરાનગર વિસ્તારમાં રહેતા સુરેશભાઈ પ્રેમજીભાઈ ઠોરીયા નામના ૪૩ વર્ષીય આધેડને ઘરે મારામારીના બનાવમાં ઇજાઓ પહોંચી હતી જેથી સારવારમાં ખસેડાયા હતા અને તપાસ દરમિયાન ખુલ્યુ હતું કે જામનગર જવા અને તે માટે પૈસા ન હોવા બાબતે પુત્ર અર્જુન અને કરણ સાથે બોલાચાલી ઝઘડો થયો હતો અને તે દરમિયાન તેમને ધોકો મારવામાં આવતા તેમને સારવારમાં ખસેડાયા હતા..! જ્યારે મોરબીના વીસીપરા કુલીનગર વિસ્તારમાં રહેતી સમીના હનીફભાઈ માલાણી નામની નવ વર્ષીય બાળકીને કુલીનગર વિસ્તારમાં સાયકલમાંથી પડી જતા ઇજાઓ પહોંચતા સારવારમાં લઈ જવામાં આવી હતી.તેમજ મોરબીના નવલખી રોડ વાદીપરામાં રહેતા વિનોદ હાદાભાઇ પરમાર નામના ૨૫ વર્ષીય યુવાનને યોગી સ્કૂલ નજીક મારામારીના બનાવમાં ઇજાઓ પહોંચતા સારવારમાં લઈ જવાયો હતો.








Latest News