મોરબીના સુરક્ષા મંડળના પ્રયાસોથી કાર માલીકને અકસ્માત વિમાના ૩.૫૭ લાખનુ વળતર મળ્યુ
મોરબી સબ જેલમાંથી વચગાળાના જામીન ઉપરથી ફરાર થયેલ કાચા કામના કેદીને પકડી પાડતી પેરોલ ફર્લો સ્કવોડની ટીમ
SHARE









મોરબી સબ જેલમાંથી વચગાળાના જામીન ઉપરથી ફરાર થયેલ કાચા કામના કેદીને પકડી પાડતી પેરોલ ફર્લો સ્કવોડની ટીમ
પોલીસ અધિક્ષકમોરબી સુબોધ ઓડેદરાએ પેરોલ ફર્લો વચગાળા, પોલીસ જાપ્તા, જેલ ફરાર આરોપીઓને પકડી પાડવા અંગે વી.બી.જાડેજા (પોલીસ ઇન્સ્પેકટર એલ.સી.બી) ને સુચના આપતા એનબી.ડાભી (પો.સબ.ઇન્સ . એલ.સી.બી.) ના માર્ગદર્શન હેઠળ આજરોજ પેરોલ ફર્લો સ્કવોડના પો.હેડ.કોન્સ . જયેશભાઇ વાઘેલા , ચંન્દ્રકાંતભાઇ વામજા તથા પો.કોન્સ . બ્રિજેશભાઇ કાસુન્દ્રાને ખાનગી રાહે મળેલ હકીકત આધારે એડી.ચીફ.જયુડીમેજી.કોર્ટ હળવદ , હળવદ પો.સ્ટે.એ.પાર્ટ ગુ.ર.નં .૨૧૦ ૨૧ ના કામે મોરબી સબ જેલના કાચા કામના કેદી અશ્વીન હસમુખભાઇ પરમાર જાતે અનુજાતિ (ઉ.વ.૧૯) રહે. હળવદ દલીતવાસ બસ સ્ટેશન પાછળ તા.હળવદ જી.મોરબીવાળાને તા .૧૮ / ૦૮ / ૨૧ સુધીના વચગાળાના જામીન પરથી જેલ મુકત કરવામા આવેલ હોય જે કેદીને તા .૧૮ ૦૮ ૨૦૨૧ ના રોજ મોરબી સબ જેલ ખાતે હાજર થવાનું હોય પરંતુ મજકુર આરોપી વચગાળાના જામીન પરથી પરત હાજર થયેલ ન હોય જે કેદી આજરોજ તા .૨૭.૮.૨૧ ના રોજ હળવદ બસ સ્ટેશન પાસેથી મળી આવતા હસ્તગત કરી જરૂરી કાર્યવાહી કરી મોરબી સબ જેલ ખાતે મોકલી આપેલ છે . કામગીરી કરનાર અધિકારી કર્મચારીઓ વી.બી.જાડેજા પોલીસ ઇન્સ્પેકટર એલ.સી.બી મોરબી, એન.બી.ડાભી પો.સબ.ઇન્સ . એલ.સી.બી. મોરબી તથા એ.એસ.આઇ. પોલાભાઇ ખાંભરા , સંજયભાઇ પટેલ , રજનીભાઇ કૈલા , કૌશીકભાઇ મારવણીયા , તથા પો.હેડ.કોન્સ . વિક્રમસિંહ બોરાણા , ચંન્દ્રકાંતભાઇ વામજા , જયવંતસિંહ ગોહીલ , જયેશભાઇ વાઘેલા , સહદેવસિંહ જાડેજા તથા પો.કોન્સ . બ્રિજેશભાઇ કાસુન્દ્રા , ભરતભાઇ મિયાત્રા , અશોકસિંહ ચુડાસમાસતિષભાઇ કાંજીયા વિગેરેનાઓ દ્વારા કરેલ છે.
