માળીયા (મી)ના જુના ઘાટીલા ગામે વય વંદના આયુષ્માન કાર્ડ માટે કેમ્પ યોજાયો વાંકાનેરના મેસરિયા ગામે મોદી સરકારના 11 વર્ષ નિમિત્તે વય વંદના નોંધણી અભિયાન કાર્યક્રમ યોજાયો મોરબીમાં સગીરાને બ્લેકમેલ કરી દુષ્કર્મ આચરનાર આરોપીને આજીવન કેદની સજા: 25 હજારનો દંડ મોરબી 602 જમીન કૌભાંડમાં પકડાયેલ મહિલા સહિતના બે આરોપી રિમાન્ડ પૂરા થતાં જેલ હવાલે મોરબી : ચતુર્માસ દરમિયાન કેમ શુભ કાર્યો નથી કરાતા જાણો શાસ્ત્રી કૃષ્ણચંદ્ર દવેનું કથન મોરબીમાં કન્યા છાત્રાલય અને નાની કેનાલ રોડનું કામ ન થાય તો આગામી ચૂંટણીના ભજીયા નહીં કજીયા થશે: સ્થાનિક લોકોને ચીમકી મોરબીની બોરીયાપાટી વિસ્તારમાં પાણી-ભૂગર્ભની લાઈનના પગલે રસ્તા ચાલવા લાયક ન હોય સમારકામ કરવા રજૂઆત મોરબી : વવણીયાના મશહૂર પીર સૈયદ સેવન સારકાર સેવનના ઉર્ષ મુબારકની તાડામાર તૈયારીઓ
Breaking news
Morbi Today

વાંકાનેની ઢુવા ચોકડી પાસે બાઇક સ્લીપ થવાથી બાળકીના મોતની ઘટના ગુનો નોંધાયો


SHARE

















વાંકાનેની ઢુવા ચોકડી પાસે બાઇક સ્લીપ થવાથી બાળકીના મોતની ઘટના ગુનો નોંધાયો

વાંકાનેર મોરબી હાઇવે ઢુવા ચોકડી ઓવરબ્રીજ પુરો થતા રોડ પર બાઇક સ્લીપ થવાથી સંપતિ અને તેની દીકરીને ઇજાઓ થઈ હતી અને આ અકસ્માતના બનાવમાં મૃતક બાળકીના દાદાએ તેના દીકરની  સામે વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનેફરિયાદ નોંધાવી છે જેથી પોલીસે ગુનો નોંધીને આગળની કાર્યવાહી કરેલ છે

 બનાવાની જાણવા મળતી માહિતી મુજબ હાલે રફાળેશ્વર મચ્છુનગર મંગાભાઇ કોળીના મકાનમાં ભાડેથી રહેતા કરશનભાઇ ગોરધનભાઇ દુધરેજીયા જાતે બાવાજી (ઉવ.૬૦) એ તેના દીકરા ચંદુભાઇ કરશનભાઇ દુધરેજીયા જાતે બાવાજીની સામે વાંકાનેર તાલુકા પોલીસે સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યુ છે કે, તા.૧૮/૦૮/૨૦૨૧ ના બપોરના ત્રણેક વાગ્યાના અરસામાં ઢુવા ચોકડી ઓવરબ્રીજ પુરો થતા રોડ પાસે તેના દીકરાનું સ્પલેન્ડર બાઇક રજી. નં. જીજે-૩૬-એએ-૭૨૯૬ વાળુ સ્પીડમાં ચલાવી ખાડો તારવવા જતા પોતાના વાહન પર કાબુ ગુમાવી દીધો હતો જેથી કરીને બાઇક સ્લીપ થતા પોતાને તથા રેણુકાબેનને ગંભીર ઇજાઓ પહોંચાડી હતી તેમજ તેની દીકરી રીધ્ધી (ઉ.૬)ને ગંભીર ઇજાઓ થઇ હોવાથી તેનું મોત નીપજયું હતું 




Latest News