મોરબીમાં શીતળા માતાજીના મંદિરે દર્શન કરવા માટે દર્શનાર્થીઓ ઉમટ્યા
“જન્માષ્ટમી સ્પેશિયલ” : મોરબી “કલબ 36” માં ત્રણ દિવસ “ફૂડનો જલસો”
SHARE
“જન્માષ્ટમી સ્પેશિયલ” : મોરબી “કલબ 36” માં ત્રણ દિવસ “ફૂડનો જલસો”
ખાસ એન્કરિંગ સાથે રમતો અને ઘણું બધું : બાળકો માટે જમ્પિંગ જેક સહિતના અનેક આકર્ષણો: ડીજેના તાલે સાથે જમવાની મોજ
મોરબીમાં કલબ 36 રેસ્ટોરન્ટમાં ખાસ “જન્માષ્ટમી સ્પેશિયલ” લિજ્જતદાર ફૂડનો જલસો માણવા મળશે. જેમાં ફૂડની સાથોસાથ ડીજે પણ રાખવામાં આવ્યું છે. આ ઉપરાંત એન્કરિંગ સાથે રમતો તેમજ બાળકો માટે જમ્પિંગ જેક સહિતના આકર્ષણો રહેશે. તો અહીં પરિવાર કે મિત્રો સાથે પધારી ટેસ્ટી ફૂડની લિજ્જત અનેરી મોજ માણવા મળશે
મોરબી- રાજકોટ હાઇવે પર લજાઈ પાસે આવેલ કલબ 36 રેસ્ટોરન્ટ તેના લીજ્જતદાર ફૂડ માટે જાણીતું છે. અહીં થિયેટર અને સ્વિમિંગ પુલ સાથે રહેવાની પણ સુવિધા છે. મોરબીવાસીઓ સાતમ- આઠમના પર્વને યાદગાર બનાવી શકે તે માટે અહીંના રેસ્ટોરન્ટમાં વિશેષ આકર્ષણો ઉભા કરવામાં આવ્યા છે. જેમાં ફૂડની સાથોસાથ ડીજે પણ રાખવામાં આવ્યું છે. જેથી ડીજે સાંભળવાના આનંદ સાથે લોકો ફૂડનો ચટાકો માણી શકે. અહીં રેસ્ટોરન્ટ રાબેતા મુજબ ચાલુ રાખવાની સાથે બુફે ડિનર પણ ગોઠવવામાં આવ્યું છે.
વધુમાં અહીં બાળકો માટે પણ જાણે જન્નત ગોઠવવામાં આવી હોય તેમ એન્કરિંગ સાથેની રમતો તેમજ જમ્પિંગ જેક સહિતના આકર્ષણો રાખવામાં આવ્યા છે. આ ઉપરાંત અહીં બેસ્ટ લોકેશન પણ છે. જ્યાં તમે તસવીરો ખેંચીને અહીંની ક્ષણોને જીવનભરનું સંભારણું બનાવી શકો છો. હાલ કોરોનાની મહામારીને ધ્યાનમાં લઈને અહીં તમામ પ્રકારની સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. અહીં ગ્રાહક 100% સુરક્ષિત રહેશે. કારણકે તમામ કુક અને વેઈટર દ્વારા તમામ તકેદારી રાખવામાં આવે છે. તો એક વખત અચૂકપણે અહીં લિજ્જતદાર ફૂડનો ચટાકો લેવા પધારો સાથે કલબ 36 સિનેમા પણ ચાલુ રાખવામા આવેલ છે અને સિનેમા માટે બુકિંગ પણ કરવામાં આવી રહ્યું છે વધુ વિગત માટે કે બુકીંગ માટે મો.નં 7070707490 ઉપર સંપર્ક કરો.