મોરબીમાં શીતળા માતાજીના મંદિરે દર્શન કરવા માટે દર્શનાર્થીઓ ઉમટ્યા
SHARE
મોરબીમાં શીતળા માતાજીના મંદિરે દર્શન કરવા માટે દર્શનાર્થીઓ ઉમટ્યા
દરવર્ષે મોરબીમાં મચ્છુ નદીના કાંઠે બિરાજતા શીતળા માતાજીના મંદિરે શીતળા સાતમ નિમિતે મેળો યોજાઈ છે ત્યારે બાળકોને દર્શન કરાવવા માટે મોરબી તેમજ આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં લોકો આવતા હોય છે જો કે આ વર્ષે પણ કોરોનાની મહામારીને ધ્યાનમાં રાખીને મંદિરના પટાંગણમાં ભરતો મેળો રદ્દ કરવામાં આવ્યો છે અને ભક્તો માતાજીના દર્શન કરી શકે તેના માટેની વ્યવસ્થા શીતળા માતાજીના મંદિરના સંચાલકો દ્વારા કરવામાં આવી છે
શ્રાવણ મહિનો એટલે કે તહેવારનો મહિનો કહેવામાં આવે છે અને આજે શીતળા સાતમ હોવાથી ગામોગામ શીતળા માતાજીના મંદિરે લોકો પોતાના નાના બાળકોને લઈને દર્શન કરવા માટે જતા હોય છે તેવી જ રીતે મોરબીમાં વર્ષો પહેલા મચ્છુ નદીના કાઠે પ્રગટ થયેલા શીતળા માતાજીના મંદિર ખાતે મોરબી તેમજ આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાંથી લોકો આવતા હોય છે અને ખાસ કરીને નાના બાળકોને બોલવામાં કે પછી ચાલવામાં કોઈ તકલીફ હોય તો શીતળા માતાજીની માનતા રાખવાથી બાળકની તે તકલીફ દુર થાય છે જેથી માતા પિતા પોતાના સંતાનોને લઈને શીતળા માતાજીના દર્શન કરવા માટે આવે છે અને સાથે શ્રીફળ કુલેર સહિતની પ્રસાદી પણ લાવતા હોય છે જેથી મોરબીમાં શીતળા માતાજીના મંદિરે મેળા જેવો માહોલ હોય છે પરંતુ ગત વર્ષની જેમ આ વર્ષે પણ કોરોનાના લીધે મેળો રદ્દ કરવામાં આવ્યો છે દર્શન માટે નાના બાળકોને લઈને આવતા ભક્તો પણ સરકારની ગાઈડ લાઈન મુજબ માતાજીના દર્શન કરે તેના માટેની વ્યવસ્થા મંદિરમાં ઉભી કરવામાં આવી છે