મોરબી બી-ડિવિઝન પોલીસ સ્ટેશન પાસે ગેરેજમાથી ચાર લાખની અર્ટિગા કારની ચોરી
મોરબી તાલુકા સેવા સદન પાસે ઊભેલી કારનો કાચ તોડીને ૪.૨૦ લાખના મુદામાલની ચોરી
SHARE
મોરબી તાલુકા સેવા સદન પાસે ઊભેલી કારનો કાચ તોડીને ૪.૨૦ લાખના મુદામાલની ચોરી
મોરબીમાં આવેલ તાલુકા સેવા સદન ખાતે જૂની ટ્રેઝરી ઓફીસ પાસે કારને પાર્ક કરીને મૂકી હતી જે કારનો કાચ તોડીને કોઈ અજાણ્યા શખ્સ દ્વારસ કારમાંથી રોકડા રૂપિયા ચાર લાખ રોકડા, એક લેપટોપ સહિત ૪.૨૦ લાખનો મુદામાલ અને અન્ય આધાર પુરાવાની ચોરી કરવામાં આવી છે જેથી કરીને ભોગ બનેલા યુવાને મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવી છે જેના આધારે પોલીસે આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે
મોરબી વિજયનગર ગાયત્રીચોકમાં રહેતા ભાસ્કરભાઇ નાનજીભાઇ બાવરવાએ તેની બોલેરો કાર જી જે ૩૬ વી ૦૦૯૧ સામાકાંઠે તાલુકા લાલબાગ સેવા સદન નજીક જૂની ટ્રેઝરી પાસે પાર્ક કરી હતી ત્યારે બપોરનાં અઢી વાગ્યાથી સાડા ત્રણ વાગ્યાની વચ્ચે અજાણ્યા તસ્કરે તેની ગાડીનો કાચ તોડી કારની અંદર રાખેલ રોકડા રૂપિયા ૪,૦૦,૦૦૦, એચ.પી. કંપનીનું ૨૦૦૦૦નું લેપટોપ તેમજ અસલ આધાર કાર્ડ, પાન કાર્ડ, બોલેરોની અસલ આરસી બુક, એસબીઆઇ, યુબીઆઇ અને એચ.ડી.એફ.સી. બેંકની ત્રણ પાસ બુક તથા એ.ટી.એમ. કાર્ડ તથા ચેક બુક સહિત કુલ મુદામાલની ચોરી કરેલ છે જેથી કરીને ૪,૨૦,૦૦૦ ના મુદ્દામાલની ચોરી થઈ હોવાની યુવાને મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવી છે જેના આધારે પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે