હળવદ માર્કેટ યાર્ડમાં વેપારીની દુકાને આવીને કોંઢના શખ્સે માંગી ૯૦ લાખની ખંડણી
હળવદના ડુંગરપુર પાસે બોલેરોએ બાઇકને હડફેટે લેતા ઇજા પામેલા યુવાનનું મોત
SHARE







હળવદના ડુંગરપુર પાસે બોલેરોએ બાઇકને હડફેટે લેતા ઇજા પામેલા યુવાનનું મોત
હળવદના ડુંગરપુર ગામના ઢોળા પાસે બોલેરો ગાડીના ચાલકે બાઇકને હડફેટે લેતા યુવાનને માથામાં ગંભીર ઇજા થઈ હતી અને તેનું મોત નીપજયું હતું જેથી મૃતક યુવાનના પિતાએ હાલમાં બોલેરોના ચાલકની સામે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે
મૂળ વાકાનેરના નવા ધમલપર ગામના અને હાલમાં શીવપુર નભાભાઇ પટેલની વાડીએ રહેતા હરેશભાઇ મનજીભાઇ સારલા જાતે કોળી (ઉ.૫૨)એ બોલેરો ગાડી નં.જી.જે.૩૬-ટી-૭૯૪૩ ના ચાલક સામે ફરિયાદ નોંધાવી છે જેમાં તેને લખાવ્યું છે કે, ગત તા.૩૦/૮ ના રોજ ડુંગરપુર ગામના ઢોળા પાસે બોલેરો ગાડીના ચાલકે પોતાની બોલેરો બેદરકારી પુર્વક ચલાવીને તેના દિકરા વિરમના મોટર સાયકલ નં. જી.જે. ૦૩ ઇ.એફ. ૩૬૦૨ ની સાથે તેની ગાડી અથડાવી હતી જેથી તેને માથાના ભાગે ગંભીર ઇજા પહોચી હતી અને તેનું મોત નીપજયું હતુ
