મોરબી જીલ્લામાં દારૂના ગુનામાં સંડોવાયેલ મહિલા સહિત બે વ્યક્તિ પાસા હેઠળ જેલ હવાલે આત્મનિર્ભર: મોરબીમાં મુસ્કાન વેલફેર સોસાયટી દ્વારા છ યુવતી માટે બ્યુટી પાર્લર-મેહંદી કોર્સની વ્યવસ્થા કરાઇ મોરબીના ઘૂંટુ ગામની સીમમાં કુવામાં પડી જવાથી મૃત્યુ પામેલા અજાણ્યા યુવાનની ઓળખ મેળવવા તજવીજ મોરબી પ્રેસ મીડિયા એસો.ની રચના કરાઇ વિકાસ સપ્તાહ: મોરબીમાં મણીમંદિરથી ત્રિકોણબાગ સુધી વિકાસ પદયાત્રા યોજાઈ ટંકારામાં દિવાલો વિકાસ સપ્તાહના રંગે રંગાઈ વાંકાનેરમાં વિકાસ સપ્તાહ અંતર્ગત સફાઈ કામદાર માટે મેડિકલ ચેકઅપ કેમ્પ યોજાયો માળીયા મિયાણા તાલુકામાં ખેડૂત પાસેથી 300 મણ મગફળી ટેકાના ભાવે ખરીદી કરવામાં આવે તેવી તાલુકા કોંગ્રેસના પ્રમુખની માંગ
Breaking news
Morbi Today

હળવદ માર્કેટ યાર્ડમાં વેપારીની દુકાને આવીને કોંઢના શખ્સે માંગી ૯૦ લાખની ખંડણી


SHARE













હળવદ માર્કેટ યાર્ડમાં વેપારીની દુકાને આવીને કોંઢના શખ્સે માંગી ૯૦ લાખની ખંડણી

હળવદ માર્કેટ યાર્ડમાં દુકાન ધરાવતા વેપારીની દુકાને આવીને કોંઢ ગામના એક શખ્સ દ્વારા ધમકી આપીને ૯૦ લાખ રૂપિયાની ખંડણી માંગવામાં આવી છે જેથી કરીને ભોગ બનેલા યુવાને હાલમાં હળવદ તાલુકા પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધીને ખંડણી માંગનારા શખ્સને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ મુળ રાયસંગપરના રહેવાસી અને હાલમાં હળવદના વસંત પાકૅમાં રહેતા અને હળવદ માર્કેટ યાર્ડમાં દુકાન ધરાવતા વેપારી જનકભાઇ ઘનશ્યામભાઇ ચૌહાણ જાતે દલવાડી (ઉ.૩૭)યશપાલસિંહ ઝાલા રહે. કોંઢ વાળાની સામે ફરિયાદ નોંધાવી છે જેમાં તેઓએ જણાવ્યુ છે કે, આરોપીએ પહેલા તેઓને રૂબરૂ મળવા માટે ફોન કર્યો હતો જો કે, સાતમ આઠમની રજાઓ હોવાથી તે ગામડે ગયા હતા અને ત્યાર બાદ આરોપી તેની દુકાને આવેલ અને કોઈ પણ જાતની ચર્ચા વગર આરોપીએ તેને મારી નાખવાની ધમકી આપીને ૯૦,૦૦,૦૦૦ ની માંગણી કરી હતી અને ખંડણી માગી બળજબરીથી રૂપિયા કઢાવી લેવા માટે ધમકી આપી હતી જેથી હાલમાં યુવાનની ફરિયાદ લઈને પોલીસે ઇ.પી.કો. કલમ ૩૮૭ મુજબ ગુનો નોંધીને આરોપીને પકડવા માટે ચક્રોગતિમાન કરેલ છે




Latest News