હળવદના ડુંગરપુર પાસે બોલેરોએ બાઇકને હડફેટે લેતા ઇજા પામેલા યુવાનનું મોત
મોરબીના ટિબડી પાટિયા પાસેથી બાઈકની ચોરી કરનાર ઝડપાયો
SHARE







મોરબીના ટિબડી પાટિયા પાસેથી બાઈકની ચોરી કરનાર ઝડપાયો
મોરબી માળીયા નેશનલ હાઇવે રોડ ઉપર ક્રીષ્ના કોમ્પ્લેક્ષમા ટિબડી પાટિયાથી આગળ ઓસીસ કારખાનાની બાજુમા આવેલા શોપિંગના પાર્કિંગમાં બાઇક પાર્ક કરવામાં આવ્યું હતું જે બાઈકની ચોરી કરવામાં આવી હતી જેથી કરીને ટ્રાન્સપોર્ટર દ્વારા ચોરીની ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે આરોપીને ઝડપી લઈને આગળની કાર્યવાહી કરેલ છે
મોરબીમાં મહેંદ્રસિંહજી રોડ લક્ષ્મીનારાયણ સોસાયટીમાં રહેતા ટ્રાન્સપોર્ટર યુનુસ ગુલામરસુલ ખાન જાતે મુસ્લિમએ આરોપી હાજી અકબરભાઈ માણેક જાતે મુસ્લીમ (ઉ.૨૧) રહે. વાસીનુરનગર સામખીયાળી તાલુકો ભચ્ચાઉ વાળાની સામે બાઇક ચોરીની ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યુ છે કે, તા.૨૨/૮ મોરબી માળીયા નેશનલ હાઇવે રોડ ઉપર ક્રીષ્ના કોમ્પ્લેક્ષમા ટિબડી પાટિયાથી આગળ ઓસીસ કારખાનાની બાજુમા નાયક રોડ લાઈન્સ શોપ નં-૧૦ ના પાર્કિંગમા તેઓએ તેનું બાઇક નંબર જીજે ૩૬ એચ ૩૬૦૨ પાર્ક કરીને મુખયું હતું જે રૂપીયા ૪૦,૦૦૦ ના બાઈકની ચોરી કરવામાં આવી હતી જે ગુનામાં પોલીસે હાલમાં આરોપીની ધરપકડ કરેલ છે
