હળવદના સુંદરગઢ ગામેથી 500 લિટર દેશી દારૂ ભરેલ થાર-બોલેરો સહિત 15 લાખનો મુદામાલ કબ્જે: આરોપીઓની શોધખોળ મોરબીમાં વિહિપ માતૃશક્તિ દ્વારા બાલ સંસ્કાર અને સત્સંગ કેન્દ્રની શરૂઆત હળવદ ખાતે ૧૧ જુલાઈએ ઔદ્યોગિક ભરતી મેળો યોજાશે મોરબી: બાગાયત ખાતાની વિવિધ યોજનાઓ હેઠળ લાભ લેવા આઈ-ખેડૂત પોર્ટલ 19 મી સુધી ખુલ્લુ રહેશે ભાજપ-કોંગ્રેસમાં ભંગાણ: વાંકાનેર તાલુકામાં ભાજપ અને કોંગ્રેસના આગેવાનો આપમાં જોડાયા મોરબી: આંગણવાડી વર્કર-હેલ્પરોને બીએલઓની કામગીરી ન સોંપવાની માંગ મોરબીમાં લાલા જાગા મોચી સમાજના વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ યોજાયો મોરબીમાં રાજપૂત સમાજની જુદીજુદી ત્રણ સંસ્થાએ કરી પી.ટી.જાડેજા સામે થયેલ પાસા હુકમ રદ કરવાની માંગ
Breaking news
Morbi Today

વાંકાનેરના ધિયાવડમાં પરિણીતાના આપઘાત કેસમાં પતિ સહિત ચાર સામે ફરિયાદ


SHARE

















વાંકાનેરના ધિયાવડમાં પરિણીતાના આપઘાત કેસમાં પતિ સહિત ચાર સામે ફરિયાદ

વાંકાનેર તાલુકાના ધિયાવડ ગામે પરિણીતાએ ઝેરી દવા પીને આપઘાત કરી લીધો હતો જેથી કરીને તેના મૃતદેહને સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવતા પોલીસને આ બનાવની જાણ કરવામાં આવી હતી. આ બનાવમાં મૃતક મહિલાના ભાઈએ તેના બનેવી સહિત ચાર સામે ફરિયાદ નોંધવાતા પોલીસે આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

બનાવની જાણવા મળતી તમારે વાંકાનેર તાલુકાના ધિયાવડ ગામે રહેતા સામતભાઈ બાવળીયાના પત્ની મનિષાબેન (૨૦) એ પોતાના ઘરે કોઈ કારણોસર ઝેરી દવા પી લીધી હતી જેથી તેનું મોત નીપજયું હતું ત્યાર બાદ તેના મૃતદેહને વાંકાનેર સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવતા આ બનાવની હોસ્પિટલમાંથી વાંકાનેર તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી અને વધુમાં પોલીસ સુત્રોમાંથી જાણવા મળતી વિગત પ્રમાણે મૃતક મહિલાના લગ્નનો બે વર્ષનો છે અને તેને સંતાનમાં એક વર્ષની દીકરી હોવાનું જાણવા મળેલ છે હાલમાં આ બનાવમાં મૃતક મહિલાના ભાઈ હર્ષદભાઇ ચકુભાઇ થોરીયા જાતે કોળી (ઉ.૨૪) રહે. ઘીયાવડ વાળાએ તેના બનેવી સામત બુટાભાઇ બાવરીયા જાતે કોળી, તેની બહેનના દિયર ચોથાભાઇ બુટાભાઇ બાવરીયા, સસરા બુટાભાઇ દેવાભાઇ બાવરીયા અને સાસુ ધકુબેન બુટાભાઇ બાવરીયા સામે ફરિયાદ નોંધાવી છે જેમાં તેને લખાવ્યું છે કે, ઘરકામની નાની નાની બાબતોમાં મેણાટોણા મારી દુખત્રાસ આપતા હતા અને તેની બહેનને મરવા માટે મજબુર કરી હોવાથી તેને ઝેરી દવા પી લઈને આપઘાત કરેલ છે હાલમાં પોલીસે મૃતકના પતિ સહિત ચારની સામે ફરિયાદ નોંધીને આગળની કાર્યવાહી કરેલ છે




Latest News