મોરબીમાં વોકિંગમાં નીકળેલા યુવાન પાસે હાથ ઉછીના પૈસા માંગીને માર મારનાર શખ્સોની ધરપકડ
મોરબીના મહેન્દ્રનગર ગામે સસરાને છરી-લાકડી વડે માર મારનારા જમાઈની ધરપકડ
SHARE
મોરબીના મહેન્દ્રનગર ગામે સસરાને છરી-લાકડી વડે માર મારનારા જમાઈની ધરપકડ
મોરબી નજીકના મહેન્દ્રનગર ગામ પાસે આઈટીઆઈની બાજુમાં પીજીવીસીએલના સબ સ્ટેશનની પાછળના ભાગમાં મફતીયાપરા વિસ્તારની અંદર રહેતા વૃદ્ધ અને તેના જમાઈએ લાકડી તેમજ છરીથી માર મારીને ઇજા કરી હતી જેથી કરીને ભોગ બનેલા વૃદ્ધે હાલમાં બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે તેના જમાઇ સામે ફરીયાદ નોંધાવી હતી જેના આધારે પોલીસે હાલમાં આરોપીની ધરપકડ કરેલ છે
બનાવની જાણવા મળતી માહિતા મુજબ મહેન્દ્રનગર ગામ પાસે આવેલ આઇટીઆઇની બાજુમાં પીજીવીસીએલના સબ સ્ટેશનની પાછળના ભાગમાં આવેલ મફતીયાપરા વિસ્તારની અંદર રહેતા રાજસીભાઇ ભગવાનજીભાઈ માલદેવ જાતે ગઢવી (ઉંમરમાં ૬૧) ને તેના જમાઈ સંજય પ્રવીણભાઈ મારુંએ લાકડી વડે અને છરીથી માર માર્યો હતો જેથી તેને બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી હતી જેમાં તેણે જણાવ્યું હતું કે તેઓની દીકરી જશુબેનને તેના પતિ સાથે બોલાચાલી થઈ હતી અને તે માવતર આવતી રહી હતી ત્યારે તેના જમાઇ સંજય પ્રવીણભાઈ મારું લાકડી લઈને ત્યાં આવ્યા હતા અને રાજસીભાઈએ તેના જમાઇને કહ્યુ હતુ કે "મારી દીકરીને કેમ હેરાન કરો છો" જેથી તે ઉશ્કેરાઇ ગયો હતો અને તેણે રાજશીભાઇને ઢીકાપાટુનો માર મારીને ગાળો આપીને માર માર્યો હતો તેમજ વચ્ચે પડેલા સાહેદોને પણ માર માર્યો હતો અને પોતાની પાસેની રહેલી છરી કાઢીને રાજસીભાઈને ઇજાઓ કરી હતી જેથી કરીને ભોગ બનેલા રાજશીભાઇએ મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે વૃદ્ધની ફરીયાદ લઇને તેના જમાઈ સંજય પ્રવીણભાઈ મારું રહે, ગાયત્રી નગર સમર્પણ હોસ્પિટલ પાછળ, મોરબી વાળાની ધરપકડ કરેલ છે