મોરબીમાં ૨૧ સપ્ટેમ્બર વિશ્વ અલ્ઝાઈમર દિવસ અનુસંધાને આરોગ્ય પ્રશ્નોત્તરી સ્પર્ધાનું આયોજન
SHARE









મોરબીમાં ૨૧ સપ્ટેમ્બર વિશ્વ અલ્ઝાઈમર દિવસ અનુસંધાને આરોગ્ય પ્રશ્નોત્તરી સ્પર્ધાનું આયોજન
ગુજરાત કાઉન્સિલ ઑફ સાયન્સ એન્ડ ટેકનોલોજી ગુજરાત સરકાર ગાંધીનગર દ્વારાં માન્ય "આર્ય ભટ્ટ" લોક વિજ્ઞાન કેન્દ્ર, ધી વી.સી.ટેક.હાઈસ્કૂલ-મોરબી દ્વારાં ૨૧ મી સપ્ટેમ્બર એટલે કે "વિશ્વ અલ્ઝાઈમર દિવસ" નાં અનુસંધાને પ્રશ્નોત્તરી સ્પર્ધાનું આયોજન કરવામાં આવેલ છે જેમા શોર્ટ વિડીયો ફિલ્મ દ્વારાં આપેલ પ્રશ્નોનાં કેટેગરી મુજબ જવાબો આપવાના રહેશે.(અલ્ઝાઈમર એટલે ભૂલવાંની બિમારી તેમજ ડિમેન્સિયા એટલે કે ચિત્તભ્રમ) કેટેગરી-૧ માં કેજી તેમજ ધો.૧-૨ પ્રશ્ન તમને શું શું યાદ રહે છે ? તમને આપેલ હૉમવર્ક યાદ રહે છે ? કેટેગરી-૨ માં ધો.૩ થી ૫ પ્રશ્ન તમને સ્કૂલ અને ઘરે આપેલું કાર્ય યાદ રહે છે ? તે યાદ રાખવા તમે શું કરો છો.? કેટેગરી-૩ માં ધો.૬ થી ૮ પ્રશ્ન અલ્ઝાઈમર (ભુલી જવાંની બિમારી) અને ડિમેન્સિયા (ચિત ભ્રમ) નાં દર્દીઓ સાથે તમે કેવું વાણી- વર્તન કરશો ? કેટેગરી-૪ માં ધો.૯ થી ૧૨ પ્રશ્ન અલ્ઝાઈમરનાં પ્રારંભિક લક્ષણો અને તે થવાંનાં કારણો તથા ઉપચાર જણાવો. કેટેગરી-૫ માં શિક્ષકમિત્રો, કૉલેજનાં વિધાર્થીઓ તથા વાલીશ્રીઓ માટે પ્રશ્ન અલ્ઝાઈમર રોગીની સારવાર કઈ રીતે કરશો ? કેટલી ઉંમરમાં આ રોગનું કેટલું પ્રમાણ હોય છે ? અલઝાઈમર અને ડિમેન્સિયાનાં લક્ષણો જણાવો.ઉપરોકત પ્રશ્નોનાં યોગ્ય ઉત્તરનો શોર્ટ વિડીયો ઘરે બેઠાં બનાવીને તા.૨૧-૯ ના રાત્રીના નવ વાગ્યા સુધીમાં એલ.એમ.ભટ્ટ (મો.9824912230, 8780127202) દિપેન ભટ્ટ (મો.97279 86386) કોઈપણ એક વૉટસએપ નંબર ઉપર મોકલી આપવાના રહેશે તેમ યાદીમાં જણાવાયેલ છે.
