મોરબીમાં ૨૧ સપ્ટેમ્બર વિશ્વ અલ્ઝાઈમર દિવસ અનુસંધાને આરોગ્ય પ્રશ્નોત્તરી સ્પર્ધાનું આયોજન
મોરબી નગર પાલિકાના મહિલા પ્રમુખ મહિલાઓની વેદના સાંભળીને શાકમાર્કેટ પાસે મહિલા શૌચાલય બનાવશે ખરા..?
SHARE









મોરબી નગર પાલિકાના મહિલા પ્રમુખ મહિલાઓની વેદના સાંભળીને શાકમાર્કેટ પાસે મહિલા શૌચાલય બનાવશે ખરા..?
મોરબીના સામાજીક કાર્યકર રાજુભાઇ દવે, જીગ્નેશભાઇ પંડ્યા, જગદીશભાઇ બાંભણીયા, જનક રાજા, અશોક ખરચરીયાએ જીલ્લા કલેકટર, પાલીકાના ચીફ ઓફીસર અને પાલીકાના મહિલા પ્રમુખને લેખીતમાં લોકોવતી રજુઆત કરેલ છેકે મોરબીના નહેરૂ ગેઇટના ચોકની નજીક શાકમાર્કેટની પાછળ જીઇબીની ઓફિસ પાસે મહિલા શૌચાલય બનાવવામાં આવે તેવી છેલ્લા ધણા સમયથી માંગ કરીએ છીએ તે માંગ હવે શું મોરબી પાલીકાના મહિલા પ્રમુખ આવ્યા તે પરિપુર્ણ કરશે ખરા..? કે પછી અગાઉના પ્રમુખ-ચીફ ઓફિસસરોના જેન ઠાલા આશ્વાસનો જ મળશે..? હવે તો નગરપાલિકાના પ્રમુખ જ મહિલા છે અને એક મહિલા જ સતા ઉપર આવેલ હોય તો શું અન્ય મહિલાઓની વેદના સાંભળશે ખરા..? કારણકે મોરબીની શાકમાર્કેટમાં આજુબાજુના ગામડાઓ તથા શહેરી વિસ્તારમાંથી ખરીદી કરવા માટે આવતી બહેન-દિકરીઓને શૌચાલય માટે ખુબ જ હાલાકીનો સામનો કરવો પડે છે.કારણકે છેલલા ઘણા વર્ષોથી લોકો માંગ કરી રહ્યા છે છતા પણ શાકમાર્કેટ જેવા વિસ્તારમાં પણ મહિલા સૌચાલય નથી..!! જે શરમ જનક કહેવાય અને મહિલાઓને આજુબાજુના શોપીંગ સેન્ટરમાં કે પછી ખુલ્લી જગ્યામાં કે પછી જેન્સ શૌચાલયમાં જવુ પડે છે તેના લીધે મહિલાઓ ક્ષોભજનક હલતમાં મુકાઇ જતી હોય તે અંગે વિચારીને યોગ્ય કાર્યવાહી કરી તાત્કાલિકના ધોરણે શાકમાર્કેટ આસપાસ નગર પાલિકાની જગ્યામાં મહિલા શૌચાલય બનાવવામાં આવે તેવી ત્યાંના વ્યપારીઓની તથા ખાસ કરીને મહિલાઓની માંગણી છે.
મોરબી પાલીકાના મહિલા પ્રમુખ મહિલાઓની આ વેદના સમજીને ત્યાં તાત્કાલિક મહિલાઓ માટે શૌચાલય બનાવે તેવી મહિલા અને ત્યાંના વેપારીઓની માંગ છે. ખરીદીએ આવતી મહિલાઓની પણ આ અંગે પ્રબળ માંગણી છે જેથી આ અંગે અગાઉ ધણી વખત વર્ષ ૨૦૧૭ માં અરજીઓ કરેલ છે છતા પગલા લેવાયા નહોય વધુ એક વખત અરજી કરીને આ લોકહિતની અરજીને ધ્યાને લઇને મોરબી પાલીકાના મહિલા પ્રમુખ મહિલાઓની આ સમસ્યા પરત્વે ધ્યાન આપીને તાત્કાલિક મહિલા શૌચાલય બનાવવા અંગે ઘટતુ કરે તેવી અરજ સામાજીક કાર્યકર રાજુભાઇ દવે, જીજ્ઞેશભાઇ પંડયા, જગદીશભાઇ બાંભણીયા, જનક રાજા અને અશોક ખરચરીયા તથા મહિલાઓ અને આમ જનતાએ કરેલ છે.ઝડપથી કામગીરી કરવા પણ અરજ કરાયેલ છે. આ એરીયાના દુકાનદારો તથા ધંધાર્થીઓએ પણ માંગ કરેલ છે કે શહેરી-ગ્રામ્ય તેમજ કારખાનામાં મજુરી કરતા પરિવારની શ્રમીક મહિલાઓ ખુબ મોટી સંખ્યામાં અહીં ખરીદી માટે આવતી હોય છે.પરંતુ અહીંયા શૌચાલય ન હોવાથી બહેન-દિકરીઓને પરેશાનીનો સામનો કરવો પડે છે માટે પાલીકાએ યોગ્ય પગલા લેવા જ જોઇએ.
