મોરબી નગર પાલિકાના મહિલા પ્રમુખ મહિલાઓની વેદના સાંભળીને શાકમાર્કેટ પાસે મહિલા શૌચાલય બનાવશે ખરા..?
વાંકાનેરમાં ગણેશોત્સવ સંપન્ન: માર્કેટ ચોક કા રાજાને ભીની આંખે વિદાય
SHARE









વાંકાનેરમાં ગણેશોત્સવ સંપન્ન: માર્કેટ ચોક કા રાજાને ભીની આંખે વિદાય
(કેતન ભટ્ટી દ્વારા) વાંકાનેરમાં સતત દસ દિવસ ગણેશોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી અને છેલ્લે દિવસે ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમો સાથે માર્કેટ ચોક કા રાજા ગણેશોત્સવ સંપન્ન થયો હતો, અને આજરોજ વાજતે ગાજતે વિઘ્ન હર્તા ગણેશજીની વિસર્જન યાત્રા કાઢવામાં આવશે.
વાંકાનેર ટાઉનહોલ ખાતે પૂર્વ નગરપતિ ભાજપ અગ્રણી જીતુભાઈ સોમાણી દ્વારા માર્કેટ ચોક કા રાજા ગણેશોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું, સતત દસ દિવસ અનેક વિધ સાંસ્કૃતિક કાર્યક્રમો, મહાઆરતી, સહિત વિવિધ કાર્યક્રમો યોજાયા હતાં બહોળી સંખ્યામાં ઊમટેલાં ભાવિકોએ ગણેશોત્સવની ઉજવણી કરી હતી ત્યારે ગઈકાલે અંતિમ દિવસે આ ભવ્ય આયોજન કરવા બદલ માલધારી સમાજ, કોળી સમાજ સહિત વિવિધ સંગઠનો દ્વારા જીતુભાઈ સોમાણીનું ફૂલહાર કરી શાલ ઓઢાડી તલવાર અર્પણ કરી અદકેરું સન્માન કરવામાં આવ્યું હતું, આ તકે ઉપસ્થિત જનમેદનીએ પણ તાળીઓનાં ગડગડાટથી પ્રજાવત્સલ જીતુભાઈ સોમાણીને બિરદાવ્યા હતાં અને આ ભવ્ય ગણેશોત્સવ સંપન્ન થયો હતો, આજરોજ સાંજે જીનપરા ચોકથી વાજતે ગાજતે વિઘ્નહર્તા ગણેશજીની વિસર્જન યાત્રા કાઢવામાં આવશે અને વડસર તળાવ ખાતે વિસર્જન કરવામાં આવશે.
