વાંકાનેરમાં ગણેશોત્સવ સંપન્ન: માર્કેટ ચોક કા રાજાને ભીની આંખે વિદાય
મોરબી જીલ્લા કોંગ્રેસની કોવિડ યાત્રામાં ૬૫૦ મૃતકોના ફોર્મ ભરવામાં આવ્યા: નિદિત બારોટ
SHARE









મોરબી જીલ્લા કોંગ્રેસની કોવિડ યાત્રામાં ૬૫૦ મૃતકોના ફોર્મ ભરવામાં આવ્યા: નિદિત બારોટ
મોરબીમાં કોંગ્રેસની પત્રકાર પરિષદ યોજાઇ હતી જેમાં સૌરાષ્ટ્રના પ્રવક્તાએ રાજ્ય અને કેન્દ્રની સરકારને આડે હાથે લીધી હતી અને કોરોના મહામારીની બીજી લહેરે અનેક કુટુંબોએ તેના પરિવરજનોને ગુમાવ્યા છે ત્યારે કોરોનામાં મૃત્યુ પામેલા લોકોનો સાચો આંકડો સરકાર દ્વારા જાહેર કરવામાં આવી રહ્યો નથી ત્યારે મોતનો સાચો આકડા જાહેર કરવા માટે અને મૃતકના પરિવારજનોને સહાય મળે તે માટે કોવિદ યાત્રા શરૂ કરવામાં આવી છે અને આ કોવીડ ન્યાય યાત્રામાં મોરબી જીલ્લામાં અત્યાર સુધીમાં ૬૫૦ જેટલા મૃતકોના ફોર્મ કોંગ્રેસનાં આગેવાનો દ્વારા ભરવામાં આવેલ છે અને ગુજરાતમાં આ આંકડો ૩૧૮૫૦ છે
મોરબીના શનાળા રોડ ઉપર આવેલ જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે કોંગ્રેસના સૌરાષ્ટ્ર કચ્છના પ્રવકતા નિદિતભાઇ બારોટની જીલ્લા પ્રમુખ જયંતિભાઇ જે. પટેલ સહિતના આગેવાનોની હાજરીમાં પત્રકાર પરિષદ યોજાઈ હતી ત્યારે તેમણે કહ્યું હતું કે, સરકાર ડ વારા કોરોનાને લઈને ઘણી માહિતી છુપાવવામાં આવી રહી છે અને લોકોને મોતના આંકડા પણ સાચા આપવામાં આવતા નથી ત્યારે કોંગ્રેસે કોવિડ ન્યાય યાત્રા શરૂ કરેલ છે અને સમગ્ર ગુજરાતમાં કોરોનામાં મૃત્યુ પામેલા લોકોના ઘરે કોંગ્રેસનાં આગેવાનો જાય છે અને તેના ફોર્મ ભરી રહ્યા છે ત્યારે બે અઠવાડિયાના સમયગાળામાં ૩૧૮૫૦ ફોર્મ ભરવામાં આવ્યા છે જેમાં મોરબી જિલ્લાના પણ ૬૫૦ ફોર્મનો સમાવેશ થાય છે અત્રે ઉલેખનીય છે કે, મોરબી જીલ્લામાં સરકારી ચોપડે કોરોનાની સારવારમાં કોરોનાના લીધે માત્ર ૮૭ મોત બતાવવામાં આવે છે
કોરોનાની બીજી લહેરમાં ઓક્સિજન, ખાલી બેડ, રેમડેસિવિર ઈન્જેક્શનના કાળાબજાર, દવાના કાળાબજાર, ૧૦૮ એમ્બ્યુલન્સ માટે લાંબી કતારો લાગી, ૪૮ થી ૭૨ કલાક સુધી એમ્બ્યુલન્સ માટે રાહ જોવી પડે, અને મોત પછી સ્મશાન – કબ્રસ્તાનમાં પણ લાઈનો, સરકારની ગુન્હાહિત બેદરકારી, અણઘડ વહીવટ, આયોજનનો અભાવના લીધે પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડ્યો અને પરિવારના સ્વજનો ગુમાવવા પડ્યા હોવાનું કોંગ્રેસ અગ્રણીએ રોષ સાથે જણાવ્યું હતું. નામદાર હાઈકોર્ટ અવલોકન કરતા જણાવ્યું છે કે સ્વાસ્થ્ય શબ્દમાં નાગરિકની શારીરિક, માનસિક અને સામાજિક સુખાકારીનો સમાવેશ થાય છે. ભારતના બંધારણના આર્ટીકલ-૨૧ અન્વયે સ્વસ્થ રહેવું તે દરેક નાગરિકનો મૂળભૂત અધિકાર છે. સરકાર જે રીતે કામ કરે છે તેનાથી ગુજરાતના નાગરિકોની શારીરિક, માનસિક અને સામાજિક સ્થિતિને મોટું નુકસાન થયું છે.
વધુમાં વિગત આપતા તેઓએ જણાવ્યુ હતું કે, ન્યાય યાત્રા દરમ્યાન સૌરાષ્ટ્ર ઝોનમાં ૧૧૨૦૮, , ઉત્તર ઝોનમાં ૮૦૪૫, મધ્ય ઝોનમાં ૫૧૩૬ અને દક્ષિણ ઝોનમાં ૭૪૬૧ આમ મળી કુલ ૩૧૮૫૦ ફોર્મ ભરવામાં આવ્યા છે અને કોરોનામાં નિષ્ફળ ગયેલ સરકારની છબીને સુધારવા માટે સરકારે ચહેરો બદલાવ્યો છે જો કે, તેનાથી લોકોને વેદના સહન કરી હતી તેની લોકો ભૂલી શકશે નહીં તે નિશ્ચિત છે કોંગ્રેસે આક્ષેપ કરતા જણાવ્યું હતું કે, કોરોના મહામારીમાં ભાજપ સરકારની ગુનાહિત બેદરકારીનો ભાગ ગુજરાતના લોકો બનેલા છે અને ગર્વમેન્ટ મેઈડ ડીઝાસ્ટર સરકારી આંકડા મુજબ ૧૦૦૮૧ લોકોના મૃત્યુ થયા છે બીજી બાજુ વ્યવસ્થાનો અભાવ અને તંત્રની લાપરવાહીથી ગુજરાતમાં ૨.૮૧ લાખ જેટલા લોકોએ જીવ ગુમાવ્યા છે ત્યારે કોંગ્રેસ દ્વારા ન્યાય યાત્રામાં બહાર આવેલા આંકડા મુજબ કોરોનામાં મોતને ભેટેલા તમામ મૃતકના પરિવારજનોને ૪ લાખનું વળતર, કોવીડ ગ્રસ્ત તમામ દર્દીઓના તમામ મેડિકલ – હોસ્પિટલના ખર્ચની રકમ, સરકારી તંત્રની ઘોર નિષ્ફળતાની ન્યાયિક તપાસ અને કોવિડથી મૃત્યુ પામેલ સરકારી કર્મચારીઓના સંતાન કે પરિવારજનો પૈકી એક સભ્યને કાયમી નોકરી આપવા માંગ કરવામાં આવી છે
