મોરબી જીલ્લા કોંગ્રેસની કોવિડ યાત્રામાં ૬૫૦ મૃતકોના ફોર્મ ભરવામાં આવ્યા: નિદિત બારોટ
મોરબી જિલ્લામાં લોકોને સરકારી સહાય અપાવવા રાજુભાઈ આહીરની ટીમની ભારે જહેમત
SHARE
મોરબી જિલ્લામાં લોકોને સરકારી સહાય અપાવવા રાજુભાઈ આહીરની ટીમની ભારે જહેમત
મોરબી જિલ્લામાં કોરોનાની બીજી વેવ દરમિયાન જે લોકોના કોરોનામાં અવસાન થયા છે તેમના પરિવારજનોને સરકાર તરફથી ૪ લાખની સહાય મળે તેના માટે થઈને સમગ્ર ગુજરાતની અંદર જે રીતે હાલમાં કોંગ્રેસ દ્વારા કોવિડ યાત્રા યોજીને ઘરે ઘરે જઈને લોકોના ફોર્મ ભરવામાં આવી રહ્યા છે ત્યારે જો વાત કરીએ મોરબી જિલ્લાની તો મોરબી જિલ્લાની અંદર મોરબી જિલ્લા ઓબીસી વિભાગના પ્રમુખ રાજુભાઈ આહીરની આગેવાનો, હોદ્દેદારો અને કાર્યકરો દ્વારા જિલ્લા, તાલુકા અને શહેરમાં ઘરે-ઘરે ગામડે ગામડે લોકો પાસે જઈને તેઓના પરિવારમાંથી કોઈપણ વ્યક્તિનું કોરોનાની સારવાર દરમિયાન મૃત્યુ થયું હોય તો તેમના ફોર્મ ભરવા માટેની કામગીરી કરવામાં આવી હતી અને તે દરમ્યાન તેઓએ કોરોનામાં મૃત્યુ પામેલા ૫૦૦ થી વધુ લોકોના ફોર્મ ભર્યા હોવાનું હાલમાં રાજુભાઈ આહિરે જણાવ્યું છે