મોરબીના વજેપરમાં સાર્વજનિક પ્લોટમાં કરાયેલ દબાણ દૂર કરવા મહાપાલિકામાં રજૂઆત મોરબીના મહેન્દ્રનગર ગામે આવેલ રામવાડીમાં જિલ્લા આહીર કર્મચારી મંડળ દ્વારા સરસ્વતી સન્માન સમારંભનું આયોજન  ​​​​​​​વાંકાનેરમાં આવેલ ડેરીમાંથી રોકડા 1.94 લાખ ભરેલ થેલાની ચોરી કરનાર આરોપી ચોરાઉ મુદામાલ સાથે ધરપકડ મોરબી અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘની ટીમે નમોવનની મુલાકાત લીધી મોરબી : મિશન નવભારતના મહામંત્રી દ્વારા જન્મદિવસની પ્રેરણાદાયી ઉજવણી મોરબીમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ નિમિતે મેદસ્વિતા મુક્તિ વિશેષ યોગ કેમ્પનું આયોજન મોરબીમાં હોમગાર્ડઝ સભ્યનું અવસાન થતાં તેમના વારસદારને ૧.૫૫ લાખની અવસાન સહાય અર્પણ કરાઈ મોરબીના બગથળા ખાતે મેગા આયુષ કેમ્પ યોજાશે
Breaking news
Morbi Today

મોરબીના નાના દહીંસરા ગામે ઝેરી દવા પી લેતા યુવતી સારવારમાં


SHARE













મોરબીના નાના દહીંસરા ગામે ઝેરી દવા પી લેતા યુવતી સારવારમાં

મોરબી જિલ્લાના માળીયા મીંયાણા તાલુકામાં આવતા નાના દહીંસરા ગામે યુવતીએ કોઈ કારણોસર કપાસમાં છાંટવાનો ઝેરી દવાનો પાઉડર પી લીધો હતો જેથી તેણીને સારવાર માટે મોરબી ખસેડવામાં આવી હતી.

મોરબી સીટી એ ડીવીઝન પોલીસ તેમજ માળીયા(મિં.) પોલીસ સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ, માળીયા તાલુકાના નાના દહીંસરા ગામે રહેતી ધરતીબેન રજનીકાંતભાઈ ભટાસણા જાતે પટેલ નામની ૧૬ વર્ષીય યુવતીએ કપાસમાં છાંટવાની ઝેરી દવાનો પાઉડર પી લેતા તેણીને સારવાર માટે અહીંની મંગલમ હોસ્પિટલે ખસેડવામાં આવી હતી.જેથી એ ડિવિઝન પોલીસ મથકના વી.પી.છાસીયાએ પ્રાથમિક તપાસ કરીને બનાવ સંદર્ભે માળીયા પોલીસને જાણ કરતાં માળીયા પોલીસ મથકના એચ.એમ.મકવાણાએ તપાસ કરી હતી જેમાં ખૂલ્યુ હતુ કે ધરતીબેને ભૂલથી ઝેરી પાઉડર પી લેતા ઉપરોક્ત બનાવ બન્યો હતો.

વર્લીના આંકડા લેતો એક પકડાયો

મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટાફ શહેરના જુના બસ સ્ટેશન પાસે રાઉન્ડમાં હતો તે દરમિયાન આરીફ મુસ્તાક બ્લોચ જાતે મકરાણી (રહે.મકરાણીવાસ સબજેલ પાસે) નામનો ૪૦ વર્ષીય શખ્સ બસ સ્ટેશન પાસે આવતા-જતા લોકો પાસેથી વર્લી જુગારના આંકડા લખતો હોય એને જુગાર રમતો-રમાડતો મળી આવ્યો હોય તેની રોકડા રૂપિયા ૫૦૦ સાથે ધરપકડ કરીને જૂગારધારા હેઠળ કાર્યવાહી કરવામાં આવી હતી.

મારામારીમાં ઇજા

મોરબીની સબ જેલ સામે આવેલ વણકરવાસ વિસ્તાર નજીક રહેતા સોનલબેન હમીરભાઇ નારોલ નામની ૩૫ વર્ષીય મહિલાને ગઈકાલે સવારે આઠેક વાગ્યે તેણીના ઘર પાસે થયેલ મારામારીના બનાવમાં ઇજાઓ થતાં તેઓને સારવાર માટે સિવિલ હોસ્પિટલે ખસેડાયા હતા બનાવની નોંધ કરીને એ ડીવીઝન પોલીસે તપાસ હાથ ધરી છે.




Latest News