મોરબીના શીવસેવક ગ્રૂપ દ્વારા સુરજબારી પુલ પાસે માતાના મઢે જતા પદયાત્રીઓ માટે સેવા કેમ્પ
મોરબીની આર્ટ્સ કોલેજમાં એન.એસ.એસ. ડે ની ઉજવણી કરાઇ
SHARE
મોરબીની આર્ટ્સ કોલેજમાં એન.એસ.એસ. ડે ની ઉજવણી કરાઇ
મોરબીના સામાકાંઠા વિસ્તારમાં આવેલી શ્રી યુ. એન. મહેતા આર્ટ્સ કોલેજમાં એન.એસ.એસ. ડે ની ઉજવણી કરવામાં આવેલ હતી ત્યારે પ્રિન્સિપાલ, સ્ટાફ તથા વિદ્યાર્થીઓ આ કાર્યક્રમમાં હાજર રહ્યા હતા અને રાષ્ટ્રીય ભાવના ઉજાગર થાય તે ઉદ્દેશથી કોલેજના એન.એસ.એસ. વિભાગ દ્વારા આ કાર્યક્ર્મ યોજવામાં આવેલ હતો
આ કાર્યક્રમમાં એન. એસ. એસ. પ્રવૃત્તિનો ઉદ્ભવ, વિકાસ અને તેનું રાષ્ટ્ર ઘડતરમાં અને વ્યક્તિત્વ ઘડતરમાં યોગદાન અંગે સંબોધનો કરી વિદ્યાર્થીઓને પ્રેરિત કરવામાં આવેલ હતા રાષ્ટ્રના ઘડતરમાં, વ્યક્તિના ઘડતરમાં, સામાજિક જાગૃતિ તથા વિકાસ માટે એન.એસ.એસ. વિભાગ વર્ષોથી ઉચ્ચ શિક્ષણ ક્ષેત્રે ભારતભરમાં મહત્વનું યોગદાન આપી રહ્યો છે. આ પ્રકારની પ્રવૃત્તિ કોલેજના સ્થાપના કાળથી આજ દિન સુધી એન.એસ.એસ. વિભાગ દ્વારા સતત ધબકતી રહી છે. આ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓ દ્વારા પણ જુદી જુદી કૃતિઓ રજૂ કરી રાષ્ટ્ર ભાવના, સ્વચ્છતા, સંસ્કૃતિ જાણવણી સંદર્ભની પ્રસ્તુતિ કરવામાં આવેલ હતી. કોલેજના વિદ્યાર્થી અને એન.એસ.એસ.ના સ્વયંસેવક એવાં શીતલ પરમાર, કોમલ સવાડીયા, મુકેશ મકવાણા, દર્શન વસોયા, મલેક મકબુલ હુસેનએ પોતાની કૃતિઓ રજૂ કરેલ હતી અને છેલ્લા ઘણા વર્ષો સુધી આ કોલેજમાં જેમણે એન.એસ.એસ. વિભાગ સંભાળેલ તેવા ડો. એલ. એમ. કંજારિયાએ એન.એસ.એસ. અંગે વિસ્તૃત માહિતી આપેલ હતી અને અંતમાં કોલેજના પ્રોફેસર કે.આર. દંગીએ આભાર વ્યકત કર્યો હતો અને કાર્યક્રમનું સંચાલન એન.એસ. એસ. ઓફિસર ડો. આર.કે. વારોતરીયાએ કરેલ હતું