મોરબી વોર્ડ-૧૧ માં ખારી વાળી પ્રાથમિક શાળા વાવડી ચોકડી પાસે વેક્સિન કેમ્પ યોજાયો
મોરબીમાં ગાંધીજીની પ્રતિમા બીજી વખત ખંડિત: રાષ્ટ્રપિતાનું વારંવાર અપમાન છતાં તંત્ર મૌન !
SHARE
મોરબીમાં ગાંધીજીની પ્રતિમા બીજી વખત ખંડિત: રાષ્ટ્રપિતાનું વારંવાર અપમાન છતાં તંત્ર મૌન !
મોરબીમાં એસબીઆઇ બેન્કની સામે આવેલ ગાંધીબાગ માં વર્ષોથી પાલિકા દ્વારા પાર્કિંગ સ્ટેન્ડ બનાવી દેવામાં આવી છે જોકે બાગમાં વર્ષો પહેલા જે ગાંધીજીની પ્રતિમા મુકવામાં આવી હતી તેને મૂકી રાખવામા આવી હતી અને પાલિકના વાહનનો ધક્કો લાગવાના લીધે તે પ્રતિમા ખંડિત થઈ હતી અને ત્યારબાદ તેને રિપેર કરીને જે તે સમયના પાલિકાના અધિકારીઓ અને પદાધિકારીઓ દ્વારા પુનઃ પ્રસ્થાપિત કરી દેવામાં આવી હતી જોકે ત્યારબાદ આજ દિવસ સુધીમાં તે પ્રતિમા નવી બનાવવામાં આવેલ નથી અને આજે ફરી પાછું આ પ્રતિમા ઉપરથી ગાંધીજીનું માથું નીચે પડી ગયું હતું એને વધુ એક વખત ગાંધીજીનું અપમાન કરવામાં આવ્યું હોય તેવો ઘાટ સર્જાયો છે
જાણવા મળતી વિગત પ્રમાણે મોરબી નગરપાલિકા દ્વારા મોરબીના ગાંધી બાગની અંદર પાર્કિંગ સ્ટેન્ડ બનાવી દેવામાં આવ્યું છે અને તેમાં લોકો પોતાનાં વાહનો પાર્ક કરતા હોય છે જો કે ગાંધીજીની પ્રતિમાને વર્ષો પહેલા મોરબી નગરપાલિકાના સફાઈ માટેના વાહનો ધક્કો લાગ્યો હોવાના કારણે તે પ્રતિમા ઉપરથી માથું નીચે પડી ગયું હતું અને પ્રતિમા ખંડિત થઈ ગઈ હતી જો કે, ગાંધીજીનું માથું ધડથી અલગ થઇ ગયું હતું તો પણ તેને રીપેર કરીને જે તે સમયે પ્રતિમાને મૂકી દેવામાં આવી હતી અને આ ઘટનાને લગભગ સાતેક વર્ષ કરતાં વધુ સમય વીતી ગયો હોવા છતાં પણ આજ દિવસ સુધી પાલિકા દ્વારા ગાંધીજીની નવી પ્રતિમા પ્રસ્થાપિત કરવામાં આવેલ નથી
અત્રે ઉલ્લેખનીય છે કે ગાંધીજીની પ્રતિમા પહેલી વખત જ્યારે ખંડિત થઈ હતી ત્યારબાદ નગરપાલિકાની મિટિંગમાં ભવિષ્યમાં ગાંધીજીની નવી પ્રતિમા મૂકવા માટેનો ઠરાવ કરવામાં આવ્યો હતો જો કે, અફસોસની વાત એ છે કે સાત વરસની અંદર ગાંધીજીની નવી પ્રતિમા મુકવા માટેનો સમય નગરપાલિકાને મળ્યો નથી અને આજે વધુ એક વખત આ પ્રતિમા ખંડિત થયેલ છે અને પ્રતિમા ઉપરથી માથું નીચે પડી જવાના કારણે વધુ એક વખત ગાંધીજીનું અપમાન થયું હોય તેવો ઘાટ સર્જાયો છે ત્યારે મોરબી નગર પાલિકાના બેદરકાર અધિકારી અને પદાધિકારીઓની સામે કેમ કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી તે સો મણનો સવાલ છે