રિપબ્લિક ડે સ્પેશ્યલ ઑફર્સ: મોરબીના પટેલ ઇલેક્ટ્રોનિક્સમાં ટીવી-ઘરઘંટી સાથે સ્માર્ટ વોચ ફ્રી, કેસ-ક્રેડિટ કાર્ડ ઉપર આકર્ષક ડિસ્કાઉન્ટ મોરબી મહાપાલિકા-રોટરી ક્લબ દ્વારા આયોજીત ફન સ્ટ્રીટમાં અબાલ વૃદ્ધ સહુ કોઈએ કર્યા જલસા માળીયા મીયાણાના સુલતાનપુર ગામ પાસે કેનાલમાં ડૂબી જવાના કારણે અજાણ્યા યુવાનનું મોત વાંકાનેરના માટેલ રોડ ઉપર ટ્રક ચાલકે બાઈકને હડફેટે લેતા યુવાનનું મોત વાંકાનેર શહેરમાં જુદીજુદી બે કારમાંથી દારૂની 472 બોટલ મળી, 11.09 લાખના મુદામાલ સાથે 3 શખ્સ પકડાયા: એકની શોધખોળ મોરબીના જોધપર ગામ પાસે બનાવવામાં આવેલ નમો વનની મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મુલાકાત લીધી ગુજરાત ટાઇટન્સે જુનિયર ટાઇટન્સની ત્રીજી આવૃત્તિના મોરબી લેગનું સમાપન કર્યું મોરબી ગ્રાહક સુરક્ષા મંડળની લડતથી વિમેદારને વિમારાશી મળી
Breaking news
Morbi Today

મોરબીના ખેવારીયા ગામના પાટીયા પાસે અજાણી કારના ચાલકે હડફેટે લેતા ઇજા પામેલા વૃદ્ધને સારવારમાં


SHARE











મોરબીના ખેવારીયા ગામના પાટીયા પાસે અજાણી કારના ચાલકે હડફેટે લેતા ઇજા પામેલા વૃદ્ધને સારવારમાં

મોરબીના નવલખી રોડ ઉપર આવેલ ખેવારીયા ગામના પાટીયા પાસે ઉભેલા વૃદ્ધને કોઈ અજાણી કારના ચાલકે હડફેટે લીધા હતા જેથી કરીને ઇજા પામેલા વૃદ્ધને સારવાર માટે મોરબીની ક્રિષ્ના હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

જાણવા મળતી માહિતી પ્રમાણે મોરબીના નવલખી રોડ ઉપર આવેલ ખેવારીયા ગામે નવજીવન સોસાયટીમાં રહેતા જીવરાજભાઈ વાલજીભાઈ શેરસીયા (૬૦) નામના વૃદ્ધ મોરબીના નવલખી રોડ ઉપર આવેલ બરવાળા રેલવે સ્ટેશનથી ખેવારીયા ગામના પાટીયા પાસે ઉભા હતા ત્યારે કોઈ અજાણી કારના ચાલકે તેને હડફેટે લીધા હતા જેથી કરીને અકસ્માતનો બનાવ બન્યો હતો અને તેમાં જીવરાજભાઈ શેરસિયાને ઇજા થઈ હોવાથી તેને સારવાર માટે મોરબીના સનાળા રોડ પર આવેલ ક્રિષ્ના હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી કરેલ છે અને આ બનાવની આગળની વધુ તપાસ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના અર્જુનસિંહ ઝાલા ચલાવી રહ્યા છે

અકસ્માતમાં ઇજા

મોરબી તાલુકાના મકનસર ગામે રહેતા કમલેશભાઈ કાનજીભાઈ વેરાણા (૨૪) નામનો યુવાન મોરબીથી સાંજના સમયે મકનસર ગામ તરફ જઈ રહ્યો હતો ત્યારે રફાળેશ્વર ગામ પાસે આવેલ જીઆઇડીસી નજીક કોઈ અજાણ્યા વાહને તેને ટક્કર મારતા તે યુવાનને ઇજા થઈ હતી જેથી મોરબીની ખાનગી હોસ્પિટલ ખાતે સારવારમાં લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપીને હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે અને આ બનાવની આગળની વધુ તપાસ મહેશભાઈ કહાંગરા ચલાવી રહ્યા છે

ઉપરથી નીચે પટકાયો

મોરબીની લીલાપર ચોકડી નજીક રહેતો કૈલાશભાઈ હરજીભાઈ મેઘવા (૩૯) નામનો યુવાન સન ટચ લેમીનેટ નામના કારખાનામાં કામગીરી કરી રહ્યો હતો ત્યારે કારખાનામાં ૧૦ ફૂટ ઊંચાઈ ઉપરથી નીચે પટકાતા તે યુવાને માથામાં ગંભીર ઇજા થઈ હતી જેથી કરીને ઇજાગ્રસ્તને સારવાર માટે રાજુભાઈ મગનભાઈ પટેલ મોરબીની આયુષ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવાની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવાની નોંધ કરી આગળની કાર્યવાહી કરી છે અને બનાવની વધુ તપાસ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના એએસઆઇ એન.જે. ખડીયા ચલાવી રહ્યા છે






Latest News