હળવદના બ્રાહ્મણી-૧ ડેમમાં મચ્છી મારી કરતાં ડૂબી જવાથી યુવાનનું મોત
પાટડી પોલીસ સ્ટેશન વિસ્તારમાં ચાર વર્ષ પહેલાના અપહરણમાં આરોપી યુવતી સાથે મોરબીમાંથી પકડાયો
SHARE









પાટડી પોલીસ સ્ટેશન વિસ્તારમાં ચાર વર્ષ પહેલાના અપહરણમાં આરોપી યુવતી સાથે મોરબીમાંથી પકડાયો
સુરેન્દ્રનગર પેરોલ ફર્લો સ્કવોડે પાટડી પોલીસ સ્ટેશન વિસ્તારમાં વર્ષ-૨૦૧૭ માં નોંધાયેલ અપહરણના ગુનામાં ફરાર આરોપીને મોરબીના વીસીપરા વિસ્તારમાંથી ભોગ બનેલી યુવતી સાથે દબોચી લીધો હોવાનું જાણવા મળેલ છે.
મોરબી પોલીસ સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ, સુરેન્દ્રનગર પેરોલ ફર્લો સ્ક્વોડના સ્ટાફે પાટડી પોલીસ સ્ટેશનમાં વર્ષ ૨૦૧૭ માં નોંધાયેલ અપહરણના બનાવમાં ચાર વર્ષથી ફરાર આરોપી શ્રવણ જયમલ બાવળીયા (ઉમર ૩૧) રહે.લીંબડી તા.પાટડી જિલ્લો સુરેન્દ્રનગર હાલ રહે.મોરબી વીસીપરા અમરેલી રોડ વાળાને ભોગ બનેલ યુવતી સાથે મોરબીમાંથી પકડી પાડ્યો હતો.
સાપ કરડી જતા સારવારમાં
મૂળ મધ્યપ્રદેશનો અને હાલ મોરબી-૨ ઘુંટુરોડ ઉપર આવેલ સિમ્પોલો સીરામીકમાં રહીને મજૂરી કામ કરતો સોનું ખેતસિંગભાઈ નામનો ૨૦ વર્ષીય યુવાન કામ કરી રહ્યો હતો તે દરમ્યાનમાં તેને સાપ કરડી જતા સારવારમાં ક્રિષ્ના હોસ્પીટલે ખસેડાયો હતો. જ્યારે મોરબીના ખારચીયા ગામે વાડી વિસ્તારમાં ઝેરી દવાનો છંટકાવ કરતા સમયે અસર થવાથી રૂમાલભાઈ વિજયભાઈ મેડા નામના ૪૦ વર્ષીય યુવાનને સારવારમાં અત્રેની કેશવ હોસ્પિટલે ખસેડાયો હતો.
યુવાન સારવારમાં
મોરબીના સામાકાંઠે વિસ્તારમાં બહુમળીના બીજા માળેથી નીચે પટકાયેલા વિનેશ નવલસિંગ મેરા (૨૯) રહે. વીરપર તુલસી ભગતની વાડી વાળાના શરીરે નાની-મોટી ઇજાઓ થઇ હતી જેથી કરીને તેને મોરબી બાદ વધુ સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવ્યો હતો અને રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે તેની સારવાર ચાલી રહી હોય પોલીસ દ્વારા બનાવની નોંધ કરીને આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે.
