પાટડી પોલીસ સ્ટેશન વિસ્તારમાં ચાર વર્ષ પહેલાના અપહરણમાં આરોપી યુવતી સાથે મોરબીમાંથી પકડાયો
મોરબીના વિદ્યાર્થીઓએ અઘરી ગણાતી નવોદય વિદ્યાલયની પ્રવેશ પરિક્ષામાં પાસ
SHARE









મોરબીના વિદ્યાર્થીઓએ અઘરી ગણાતી નવોદય વિદ્યાલયની પ્રવેશ પરિક્ષામાં પાસ
મોરબી શહેર-જીલ્લાના બાળકોએ અઘરી ગણવામાં આવતી જવાહર નવોદય વિદ્યાલયની પ્રવેશ પરિક્ષામાં ઝળહળતી સફળતા મેળતા તેમા પરિવારજનો અને શાળાના સ્ટાફ પરિવાર દ્રારા બાળકોને શુભેચ્છાઓ પાઠવવામાં આવી રહી છે.નોંધનીય છેકે સરકારી શાળાના વિદ્યાર્થીઓનો દેખાવ ઉત્કૃષ્ઠ રહ્યો હતો.
શનાળાનો વિદ્યાર્થી જવાહર નવોદય વિદ્યાલયની પ્રવેશ પરિક્ષામાં પાસ
મોરબીના શનાળા ગામે રહેતો બાળક જવાહર નવોદય વિદ્યાલય દ્રારા લેવામાં આવતી પ્રવેશ પરિક્ષામાં ઉતીર્ણ થયેલ છે. શનાળા ગામે રહેતા પ્રતિસભાઈ પોકાલીનો પુત્ર હિરવ પોકાલી કેજે ધો.૬ માં અભ્યાસ કરે છે.તેણે જવાહર નવોદય વિદ્યાલય દ્રારા લેવામાં આવતી પ્રવેશ પરિક્ષા સફળતાપુર્વત પાસ કરેલ છે તેથી પરિવારજનો અને શાળા પરિવાર દ્રારા હિરવને અભિનંદન પાઠવવામાં આવ્યા હતા.
મોટીબરાર પ્રાથમિક શાળાનો વિદ્યાર્થી જવાહર નવોદયની પરીક્ષામાં ઉતીર્ણ થયો
દર વર્ષે જવાહર નવોદય વિદ્યાલય દ્વારા ધોરણ 6 માટેની પ્રવેશ પરીક્ષાનું આયોજન કરવામાં આવે છે. આ પરીક્ષા ધોરણ 5 માં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓ આપી શકે છે. આ પરીક્ષામાં પોતાનું સંતાન પાસ થાય તેવું દરેક વાલી ઇચ્છતા હોય છે. આ પરીક્ષા ઉત્તીર્ણ કરનારને કેન્દ્ર સરકાર તરફથી જવાહર નવોદય વિદ્યાલયમાં ધોરણ ૬ થી ૧૨ સુધી ગુણવત્તાયુક્ત શિક્ષણ, પોષણયુક્ત ભોજન તેમજ હોસ્ટેલની સુવિધા તદ્દન ફ્રી હોય છે. આ વર્ષે જવાહર નવોદય વિદ્યાલયની પ્રવેશ પરીક્ષામાં મોટીબરાર ગામની રત્નમણી પ્રાથમિક શાળાનો વિદ્યાર્થી બોચિયા અક્ષય કાનજીભાઈ ઉત્તીર્ણ થયો છે. જવાહર નવોદયની આ અતિ કઠિન મનાતી પરીક્ષામાં ઉજ્જવળ દેખાવ કરીને પોતાના માતા-પિતા, ગામ અને પ્રાથમિક શાળાનું ગૌરવ વધાર્યું છે તે બદલ શાળાના આચાર્ય નિલેશભાઈ રાજપરા તેમજ શાળા પરિવારે અભિનંદન પાઠવ્યા હતા.
શુક્રમણી પ્રાથમિક શાળાનો જવાહર નવોદયની પરીક્ષામાં ઉજ્જવળ દેખાવ
આ વર્ષે લેવાયેલી જવાહર નવોદય વિદ્યાલય ની પ્રવેશ પરીક્ષામાં જસાપર ગામ ની શ્રી શુક્રમણી પ્રાથમિક શાળાના બે વિદ્યાર્થીઓ બોરીચા ધાર્મિક રમેશભાઈ અને કાનગડ ખુશાલી પ્રકાશભાઈ ઉત્તીર્ણ થયા છે. જવાહર નવોદય ની આ અતિ કઠિન મનાતી પરીક્ષામાં ઉજ્જવળ દેખાવ કરીને બંને વિદ્યાર્થીઓએ ગામ અને પ્રાથમિક શાળાનું ગૌરવ વધાર્યું છે. આ પરીક્ષા ઉત્તીર્ણ કરનારને કેન્દ્ર સરકાર તરફથી જવાહર નવોદય વિદ્યાલય માં ધોરણ-૬ થી ૧૨ સુધી ગુણવત્તાયુક્ત શિક્ષણ પોષણયુક્ત ભોજન તેમજ હોસ્ટેલની સુવિધા તદ્દન ફ્રી હોય છે. આ તકે શાળાના આચાર્ય શ્રી અશ્વિનભાઈ આહીર ઉત્તીર્ણ થનાર વિદ્યાર્થીઓને તેમજ શાળાના સ્ટાફ ને ખૂબ ખૂબ અભિનંદન અને શુભેચ્છાઓ પાઠવે છે.
ટંકારાના જબલપુર ગામે સરકારી શાળામા ભણતી આદિવાસી બાળકી જવાહર નવોદયની કપરી કસોટી પાસ કરી શાળા તથા ગામનું ગૌરવ વધાર્યું
સગવડના ખડકલા તળે મસમોટી ફી ઉધરાવતી ખાનગી શાળાની સુવિધા સામે સરકારી શાળામાં મુળ દાહોદના કાનપુરના અને અહી ખેતરમાં ભાગ્યું રાખી ભણતર કરતી બાળકી ઉપર ચૌમેરથી શુભેચ્છાનો ધોધ છુટી રહ્યો છે. હમણાં જાહેર થયેલ નવોદયની પરીક્ષાના પરીણામમા ટંકારા તાલુકાના જબલપુર ગામે રહેતા અને મુળ દાહોદના કાનપુર ગામના વતની ડામોર યોગેશ્વરી એ અધરી પરીક્ષામાં ઉત્તીર્ણ થઈ શાળા અને ગામનુ નામ રોશન કર્યું છે.યોગેશ્વરીના પિતા કમલેશભાઈ ખેતર વાવવા માટે માદરે વતન છોડી જબલપુર ખાતે રહે છે અને સંતાનમાં એક જ દિકરી છે, જેને અક્ષરજ્ઞાન અપાવવા જબલપુર પ્રાથમિક શાળામાં અભ્યાસ માટે મુકી હતી. ડામોર યોગેશ્વરીના માતા નિશાબેન ધો.૧૦ ભણેલા છે અને પિતા મેટ્રીક પાસ છે. જેથી, તેઓ અભ્યાસની ભુખને ભલીભાતી જાણે છે. ત્યારે સમાજને ઉતમ ઉદાહરણ રૂપ ડામોર યોગેશ્વરીએ ધો.૬ કક્ષાએ અઘરી ગણાતી જવાહર નવોદય પરીક્ષા પાસ કરતા શાળા પરિવાર અને ગામ આખામાં ખુશીની લહેર છવાઈ છે.આ ઉપરાંત, શાળાના ફુલતરીયા આદિત્ય અને ભાલોડિયા યશએ પણ આ મુકામ હાંસિલ કરી બતાવ્યું છે.
