મોરબીના જેતપર રોડ ઉપર બાઈક સ્લીપ થતા યુવાનનું મોત મોરબી ગ્રાહકસુરક્ષા મંડળે ગ્રાહકને વિમા કંપની પાસેથી ૩.૪૬ લાખનો ચેક અપાવ્યો મોરબી નજીક આવેલ આર્યતેજ ઇન્સ્ટિટ્યૂટ ખાતે જિલ્લા કક્ષાનો IIC જાગૃતિનો કાર્યક્રમ યોજાયો હળવદના જુના દેવળીયા ગામે વાડીના સેઢે જુગાર રમતા 6 શખ્સ પકડાયા મોરબીના જાંબુડીયા નજીક ટ્રક ટ્રેલરના ચાલકે બાઇકને ઠોકર મારતા યુવાનનું મોત મોરબીમાં ઘરમાં થયેલ ઘરેણાંની ચોરીની શંકા રાખીને પતિએ પત્નીને એસિડ નાખીને મારી નાખવાની આપી ધમકી મોરબી અને માળીયામાં દારૂની ચાર રેડ: 5 બોટલ દારૂ, 13 બીયરના ટીન અને 900 લિટર આથો ઝડપાયો મોરબીમાં આર્ટ ઓફ લિવિંગ પરીવાર દ્વારા યોગા લેવલ-2 શિબિરનું આયોજન
Breaking news
Morbi Today

મોરબીમાં નેચરલ ગેસના ભાવમાં ૧૪ રૂપિયાનો વધારો કે પછી અપૂરતી સુવિધા માટે “જન આશીર્વાદ” ?: જયંતિભાઈ પટેલ


SHARE

















મોરબીમાં નેચરલ ગેસના ભાવમાં ૧૪ રૂપિયાનો વધારો કે પછી અપૂરતી સુવિધા માટે “જન આશીર્વાદ” ?: જયંતિભાઈ પટેલ

ગુજરાતમાં બિન લોકશાહી ઢંગે ચુંટાઈ પક્ષ પલટો કરનાર મંત્રીઓ પ્રજાની પીડા દૂર કરવાના બદલે હાલમાં પ્રજા હેરના છે ત્યારે ગુજરાત ભાજપની સરકારના મંત્રીઓ હવે પ્રજાના પૈસે જન આશીર્વાદ લેવા માટે નીકળ્યા છે એક બાજુ લોકોને સારા રોડ રસ્તા નથી મળી રહ્યા અને બીજી બાજુ મોરબી જીલ્લામાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ ખાડે ગયેલ છે ત્યારે પોતાની વાહવાહી માટે “જન આશીર્વાદ” યાત્રા કાઢવામાં આવી છે ત્યારે મંત્રીએ શરમ કરવાની જરૂર છે કેમ કે, જો લોકોની સુખાકારી અને સલામતિને પ્રાધાન્ય આપવામાં આવ્યું હોય તો લોકો પાસે આશીર્વાદ લેવા જવા પડે નહીં લોકો સામેથી આશીર્વાદ આપવામાં માટે તે નિશ્ચિત વાત છે પરંતુ હાલમાં વહેતી ઉલ્ટી ગંગાને લોકો બહુ જ સારી રીતે સમજી રહ્યા છે તેમાં શંકાને કોઈ સ્થાન નથી

મોરબી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ જયંતીભાઈ જે. પટેલએ જણાવ્યુ છે કે, આજ મોરબી જિલ્લામાં  કાયદા અને વ્યવસ્થાની પરિસ્થિતિ વણસી ગયેલ છે દીન દહાડે ખૂન, મારામારી, લુંટ જેવા રોજ બરોજ બનાવો બને છે જેથી લોકો ભય ભિત છે ત્યારે શું તેના માટે આશીર્વાદ લેવા માટે મંત્રી સહિતના નીકળ્યા છે ?, ગુજરાતની પ્રજા મોંઘવારીથી પરેશાન છે. ડીઝલ,પ્રેટોલ, ગેસના ભાવ આસમાને છે તેમાં માટે આશીર્વાદ લેવા નીકળ્યા છો ?, મોરબી શહેર, તાલુકા, જિલ્લામાં સોસાયટીના રોડ, કારખાને જવાના રસ્તાનું વર્ણનનો થાય એવી બિસ્માર હાલતમાં છે તેના માટે શું તમને આશીર્વાદ આપશે ? કે શ્રાપ આપશે?, મોરબીના ઉદ્યોગકારો કરોડો નહીં અબજોના ટેક્સ ભારે છે છતાં મોરબીમાં લોકોને સવલતોનું નામ નિશાન નહિ એના લોકો આશીર્વાદ આપશે? ટ્રાફિકની સમસ્યા વર્ષોથી ઉકેલાઈ નથી તેના માટે આશીર્વાદ આપશે ?,

આટલું જ નહિ કોરોના સમયમાં લોકો સારવાર માટે હેરાન હતા હોસ્પિટલ, બેડ, ઇન્જેક્શન, ઑક્સીજન મળતા ન હોતા ત્યારે તમે ક્યાં ગયા હતા ? અને આજે લોકોના આશીર્વાદ લેવા નીકળવું પડ્યું ?, પ્રજા તમામ પ્રાથમિક સુવિધાથી વંચિત છે ત્યારે તમને આશીર્વાદ આપે ?મોરબી વિધાનસભાની પેટા ચુંટણી બાદ એક વર્ષમાં સીએનજી ગેસમાં પ્રતિ ક્યુબિક મીટર રૂપિયા ચૌદનો ભાવ વધારો કરી સિરામિક ઉદ્યોગને મરણ પથારીમાં લાવીને મૂક્યો છે તેના માટે સરકાર અને તેના મંત્રીઓને મોરબીના લોકો આશીર્વાદ આપે ?

ક્ચ્છના મુદ્રા ખાતે અદાણી બંદરે કરોડો રૂપિયા નું ડ્રગ પકડાયું આવા નસાનો કારોબાર પકડાયો તે ગુજરાતના યુવાધન ને અંધકારમાં ધકેલવા માટે શું તમે  આ યાત્રા લઇ નીકળ્યા છો ? યુવાનો  બેરોજગાર છે, પ્રજા પરેશાન છે અને તમે પરાણે પ્રજાના આશીર્વાદ લેવા, પ્રજા ના ટેક્સના પૈસે તાયફા કરો છો. જો સારા કામ કર્યા હોય તો પ્રજા સ્વેચ્છાએ આશીર્વાદ આપે પરાણે લેવા ન જવું પડે માટે પ્રજાને ગુમરાહ કરવા નું છોડી, પ્રજાની હાલાકી, મુશ્કેલીઓ દૂર કરો તે જરૂરી છે




Latest News