વાંકાનેર ખાતે સોમવારે સૂફી સંતોનો ઉર્ષ મુબારક યોજાશે
SHARE









વાંકાનેર ખાતે સોમવારે સૂફી સંતોનો ઉર્ષ મુબારક યોજાશે
વાંકાનેર, ટંકારા, ધોળકા, નડીયાદ, વસો, સુરત, ઉતર ગુજરાત, મુંબઈ સહિત ગુજરાતભરમાં વસતા સમગ્ર મોમીન સમાજને દીને ઈસ્લામની હદાયત આપનાર છે. પીર હશન કબીરૂદીન કુફ શીકન (૨૩) (ઉચ્ચ-શરીફ પંજાબ) અને મોમીન સમાજની મોટી ગાદીના ગાદીનશીન હ.પીર સૈયદ અબ્દુલમુત્તલીબ કાસીમઅલી (રહ.) (વાંકાનેર-સોરાષ્ટ્ર) નો ચાંદ-૨૭ સફર તા.૪-૧૦ને સોમવારના રોજ ઈશાની નમાઝ બાદ વાંકાનેર ખાતે સૂફી પરંપરા પ્રમાણે શંદલ શરીફની રસમ અદા કરવામાં આવશે.
ત્યાર બાદ સુફી પરંપરા પ્રમાણે મહેફીલ શમા (કવ્વાલી) રાખેલ છે જેમા યુપીના મશહુર કવાલ સરફરાજ રાજા એન્ડ પાર્ટી સુફી કલામ પેશ કરશે. આ પ્રસંગે દરગાહશરીફના સજજાદા નશીન તેમજ સમગ્ર મોમીન સમાજની મોટી ગાદીના ધર્મગુરૂ સૂફી સંત અલ્હાઝ પીર સૈયદ ખુરશીદહૈદર પીરઝાદા (ઉર્ફે મીરસાહેબ), ધારાસભ્ય મોહંમદજાવેદ પીરઝાદા, ઈરફાન પીરઝાદા (પૂર્વ પ્રમુખ યાર્ડ) અને સૈયદ મોઈનએહમદ મંજુરહુશૈન પીરઝાદા સહીત સમગ્ર પીરઝાદા પરીવાર અને ગુજરાતભરમાંથી અકીદતમંદો હાજર રહેશે. તો ઉર્ષ મુબારક પ્રસંગે મોટી સંખ્યામાં શ્રધ્ધાળુઓને હાજર રહેવા અલ્હાજ સૈયદ શાઈરએહમદ ખુરશીદહૈદર પીરઝાદા એક અખબાર યાદી માં જણાવે છે.વધુ માહિતી માટે મો.૯૮૯૮૪ ૨૭૪૮૬ કે ફોન નંબર (૦૨૮૨૮) ૨૨૦૧૨૧ ઉપર સંપર્ક કરવા જણાવાયેલ છે.
