મોરબીની વિવિધ સંસ્થાઓ દ્વારા ગાંધી જયંતી નિમિત્તે વિવિધ કાર્યક્રમો યોજાયા
SHARE









મોરબી જીલ્લા ભાજપ દ્રારા ખાદીની ખરીદી
ગાંધીજયંતી નિમિત્તે મોરબી જિલ્લા ભાજપના પ્રમુખ દુર્લભજીભાઈ સહિતના આગેવાનો દ્વારા મોરબીમાં સફાઇ કરવામાં આવી હતી ત્યારે મોરબી પાલિકાના પ્રમુખ કુસુમબેન કરમશીભાઈ પરમાર, ઉપપ્રમુખ જયરાજસિંહ જાડેજા સહિતના પાલિકાના ચેરમેનો અને સભ્યો તેમજ કર્મચારી હાજર રહ્યા હતા અને ત્યારબાદ ગાંધીજીને હારતોરા કરીને ગાંધી જયંતી નિમિત્તે જિલ્લા ભાજપના પ્રમુખ દુર્લભજીભાઈ તેમજ હસુભાઈ પંડ્યા, નિર્મલભાઈ જારીયા, કરમશીભાઈ પરમાર, મંજુલાબેન દેત્રોજા, નરેન્દ્રભાઈ પૂજારા સહિતના આગેવાનોએ ખાદી ભવન ખાતેથી ખાદીની ખરીદી કરવામાં આવી હતી જો ખાદીની ખરીદી કરવામાં આવે તો જ તેને ટકાવી શકાય માત્ર વાતો કરીને ગાંધીના વિચારોને સાર્થક કરી શકાય નહીં તેના વિચારોને આગળ ધપાવવા માટે તેને ચાલેલા રસ્તે ચાલવું જોઇએ તેવી ભાવના આ તકે ભાજપ પરિવાર દ્વારા વ્યક્ત કરવામાં આવી હતી
રાષ્ટ્રીય સેવા મંડળ દ્વારા ગાંધી જયંતિ ઉજવાઇ
મોરબી રાષ્ટ્રીય સેવા મંડળના ઉપક્રમે ખાદી કાર્યાલયે મંડળના પ્રમુખ દેવકરણભાઈ કે.કંઝારિયાના પ્રમુખ સ્થાને ગાંધીજીની ૧૫૨ મી જન્મજયંતીની ગરીમાપુર્ણ ઉજવણી કરવામાં આવી હતી.આ પ્રસંગે કોરોનાને લીધે મોરબી રાષ્ટ્રીય સેવા મંડળના હોદેદારો, સભ્યો, કાર્યકર્તાઓ, છાત્રાલયના વિદ્યાર્થીઓ અને ગૃહપતિ વિગેરેની ઉપસ્થિતિમાં સર્વધર્મ પ્રાર્થના, રામધૂન કરવામાં આવેલ તેમજ કોરોનાને કારણે મૃત્યુ પામેલા સંસ્થાના સ્થાપક પ્રમુખ પૂર્વ ધારાસભ્ય સ્વ.ગોકળદાસ પરમાર તેમજ કોરોનાના લીધે અવશાન પામેલ તમામ લોકોની આત્મશાંતિ અર્થે બે મિનિટનું મૌન પાડી શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી.આ પ્રસંગે કોંગી અગ્રણી એલ.એમ.કંઝારીયા, સૌરાષ્ટ્ર-કચ્છ બ્રહ્મસમાજ તેમજ મોરબી બ્રહ્મ સમાજના આગેવાન અનિલભાઇ મહેતા, પાલીકાના પુર્વ કાઉન્સીલર ધર્મેન્દ્રભાઇ કંઝારીયા સહીતનાઓની હાજરીમાં ગાંધીજીના જીવન પ્રસંગોની વાતો કરીને અંતમાં સર્વેનો આભાર માનવામાં આવ્યો હતો.
સોઓરડીમાં સફાઇકર્મીઓને સન્માનીત કરાયા
મોરબીના સામાકાંઠે આવેસ સોઓરડી વિસ્તારમાં વોર્ડ નંબર-૪ ના કાઉન્સિલર મનસુખભાઈ મોહનભાઇ બરાસરા, જશવંતીબેન સુરેશભાઈ શિરોહીયા, મનીષાબેન સોલંકી અને ગીરીરાજસિંહ ઝાલા તેમજ સુરેશભાઈ શિરોહીયા દ્રારા ગાંધીજયંતિ નિમિતે વોર્ડ નંબર-૪ નાં સફાઇ કર્મચારી ભાઇ-બહેનોને હાર પહેરાલી સન્માનીત કરાયા હતા.સફાઇકર્મી ભાઈ-બહેનો કે જેઓ દરેક સ્થળ એટલે કે શેરી, મહોલ્લા,ચોક ચોખ્ખા રાખે છે તેમનું સન્માન કરીને આચાર-વિચારમાંથી આભડછેટને તિલાંજલી આપવા માટે અને સમાનતાના નવા વિચારો સાથે મોરબી નગરપાલિકાના વોર્ડ નંબર-૪ ના કાઉન્સીલરો તેમના વિસ્તારમાં આવેલા વાલ્મિકીવાસમાં સફાઇ કર્મચારીઓના ઘરે જઈ સન્માન કર્યા હતા
સાયન્સ કૉલેજ દ્રારા ઉજવણી
મહાત્માગાંધીજીની ૧૫૨ મી જન્મજયંતિ નિમિતે મહારાજા મહેન્દ્રસિંહજી સાયન્સ કૉલેજના એનસીસી કેડેટ્સ તેમજ એએમઓ કેપ્ટન શર્માએ ગાંધીજીના આધ્યાત્મિક ગુરૂ શ્રીમદ રાજચન્દ્ર આશ્રમ-વવાણીયાની મુલાકાત લીધી હતી.જ્યાં પૂ.મહેન્દ્રભાઈ દ્વારા શ્રીમદ રાજચંદ્રજીના જીવન વિષે તેમજ મહાત્મા ગાંધીના પ્રશ્નો પર વ્યાખ્યાન આપેલું આમ ગાંધીજીના જીવન ચરિત્ર વિષે જાણીને વિદ્યાર્થીઓ પ્રસન્ન થયા અને એનસીસીના કમાનડીંગ ઓફિસર કર્નલ બિષ્ટે બધા વિદ્યાર્થીઓ તેમજ મહેન્દ્રભાઈ અને સર્વોદય એજયુકેશન સોસાયટીના તમામ ટ્રસ્ટીઓનો આભાર માની ઉમદા કાર્યક્રમ યોજવા બદલ અભિનંદન પાઠવ્યા હતા.
સબ જેલ ખાતે અનોખી ઉજવણી
મોરબી જિલ્લામાં સબ જેલ ખાતે દરેક તહેવારની ઉજવણી વિશિષ્ઠ રીતે કરવામાં આવે છે. આ પરંપરાને નિભાવવા ૨ ઓકટોબર એટલે કે ગાંધીજયંતી નિમિતે સબજેલના તમામ બંદિવાનોને માસ્ક, સેનીટાઈઝર તથા શરીર સ્વચ્છતા માટે નહાવાના સાબુનું વિતરણ કરવામાં આવ્યું હતુ.મોરબી સબજેલના જેલર એલ.વી.પરમારના વડપણ હેઠળ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ. જેમાં જિલ્લા ક્ષય કેન્દ્રના પ્રોગ્રામ કો-ઓર્ડીનેટર પિયુષભાઈ જોષી, ટીબીએચવી નિખિલ ભાઈ ગોસાઈ, લેપ્રસી પેરમેડિકલ વર્કર ધર્મેન્દ્રભાઈ વાઢેર, નવજીવન ટ્રસ્ટમાંથી મોહસીનભાઈ બોદર, અનમોલ ટ્રસ્ટમાંથી ભાવેશભાઈ ગોહિલ તથા યશભાઈ જોષી, શ્વેતના પ્રોજેક્ટના રાજેશભાઈ લાલવાણી દ્વારા કોરોના મહામારી સામે સુરક્ષા મળી રહે તેવા ઉમદા હેતુથી બંદિવાનોમાં આરોગ્ય કાર્યક્ર્મ વિશે જાગૃત કરી વિશેષ રીતે સુરક્ષિત અને સલામત રહે તે માટે સમજણ આપીને માસ્ક, સેનીટાઇઝર તથા સાબુનું વિતરણ કરી ગાંધીજયંતીની સાર્થક ઉજવણી કરવામાં આવી હતી.
