મોરબીના વજેપરમાં સાર્વજનિક પ્લોટમાં કરાયેલ દબાણ દૂર કરવા મહાપાલિકામાં રજૂઆત મોરબીના મહેન્દ્રનગર ગામે આવેલ રામવાડીમાં જિલ્લા આહીર કર્મચારી મંડળ દ્વારા સરસ્વતી સન્માન સમારંભનું આયોજન  ​​​​​​​વાંકાનેરમાં આવેલ ડેરીમાંથી રોકડા 1.94 લાખ ભરેલ થેલાની ચોરી કરનાર આરોપી ચોરાઉ મુદામાલ સાથે ધરપકડ મોરબી અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘની ટીમે નમોવનની મુલાકાત લીધી મોરબી : મિશન નવભારતના મહામંત્રી દ્વારા જન્મદિવસની પ્રેરણાદાયી ઉજવણી મોરબીમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ નિમિતે મેદસ્વિતા મુક્તિ વિશેષ યોગ કેમ્પનું આયોજન મોરબીમાં હોમગાર્ડઝ સભ્યનું અવસાન થતાં તેમના વારસદારને ૧.૫૫ લાખની અવસાન સહાય અર્પણ કરાઈ મોરબીના બગથળા ખાતે મેગા આયુષ કેમ્પ યોજાશે
Breaking news
Morbi Today

હળવદના સુસવાવ ગામે ખેતરમાંથી યુવાનની કોહવાયેલી હાલતમાં લાશ મળી


SHARE













હળવદના સુસવાવ ગામે ખેતરમાંથી યુવાનની કોહવાયેલી હાલતમાં લાશ મળી

મોરબી જિલ્લાના હળવદ તાલુકામાં આવતા સૂસવાલ ગામે સિમ વિસ્તારમાં આવેલ વાડીમાંથી યુવાનની એકાદ સપ્તાહ પૂર્વેની કોહવાયેલી હાલતમાં લાશ મળી આવતા મૃતદેહને ફોરેન્સીક પીએમ માટે રાજકોટ ખસેડાયો હોવાનું જાણવા મળેલ છે.

મોરબી જિલ્લાના હળવદ તાલુકા પોલીસ મથકની હદમાં આવતા સુસવાવ ગામે સીમ વિસ્તારમાં રામજીભાઈ પુનાભાઈ કણજારીયા જાતે દલવાડીની કાંઠ નામની વાડીમાંથી કોહવાયેલ હાલતમાં આશરે ૨૫ થી ૩૦ વર્ષીય યુવાનની લાશ મળી આવી હતી.હાલ લાશ કોહવાઈ ગયેલ હોય લાશને ફોરેન્સિક પીએમ માટે રાજકોટ ખસેડાયેલ છે.તપાસ અધિકારી પીએસઆઇ આર.બી.ટાપરીયા સાથે વાત કરતાં તેમના જણાવ્યા પ્રમાણે, લાશ એકાદ સપ્તાહ પૂર્વેની હોઇ અને કોહવાયેલી હાલતમાં હોય મૃતકની ઓળખ હાલમાં થયેલ નથી અને ઓળખ મેળવવા તેમજ મોતના કારણ અંગે જાણવા માટે લાશને ફોરેન્સિક પીએમ માટે રાજકોટ ખસેડાયેલ છે.હાલ મૃતદેહ પાસેથી મૃતકના ઓળખ થાય તેવી કોઇ વસ્તુ ન મળેલ હોય તેમજ મૃતકે કાળા કલરના પેન્ટ-શર્ટ પહેરેલ છે અને આશરે ૨૫ વર્ષીય પરપ્રાંતીય યુવાન હોય તેવું હાલ પ્રાથમિક તબક્કે લાગી રહ્યું છે.યુવાનનું મોત કુદરતી કારણોસર થયેલ છેકે અન્ય કોઇ અઘટીત બનાવ બનેલ છે..? તે અંગે વધુ તપાસ પીએસઆઇ ટાપરીયા ચલાવી રહ્યા છે.

વાહન અકસ્માતમાં ઈજા

મોરબીના મહેન્દ્રપરા વિસ્તારમાં રહેતા ગુલમામદભાઇ હુસેનભાઇ લોલાડીયા નામના ૬૧ વર્ષીય વૃદ્ધ જેલ રોડ ઉપર આવેલ સદભાવના હોસ્પિટલ પાસેથી બાઈકમાં જતા હતા ત્યાં બાઈક સ્લીપ થઇ જતા ઇજાગ્રસ્ત થયેલા ગુલમામદભાઇને સારવારમાં ખસેડાયા હતા.જ્યારે મોરબી તાલુકાના ખાખરાડા ગામે રહેતા અરજણભાઈ આલાભાઇ વણોલ નામના ૭૫ વર્ષીય વૃદ્ધ ગામમાંથી પરત ઘરે પોતાની સાઇકલ લઇને જતા હતા ત્યારે ખાખરાડા ગામે કાદવ-કીચડ લીધે તેઓ સાયકલમાંથી પડી ગયા હતા જેથી કરીને અરજણભાઈને સિવિલ હોસ્પિટલે સારવાર માટે લવાયા છે તેમ પોલીસે જણાવ્યુ હ




Latest News