હળવદના સુસવાવ ગામે ખેતરમાંથી યુવાનની કોહવાયેલી હાલતમાં લાશ મળી
મોરબી : વાંકાનેરના મકતાનપર ગામે ખાણમાં વિજશોટ લાગતા યુવાનનું મોત
SHARE









મોરબી : વાંકાનેરના મકતાનપર ગામે ખાણમાં વિજશોટ લાગતા યુવાનનું મોત
વાંકાનેર તાલુકાના મકતાનપર ગામે ખાણમાં વિજશોટ લાગતા તરૂણનું મોત નીપજયું હતું જેથી કરીને તેના મૃતદેહને વાંકાનેર સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો અને આ બનાવની વાંકાનેર તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરીને આગળની કાર્યવાહી હાથ ધરેલ છે.
બનાવની જાણવા મળતી વિગત મુજબ વાંકાનેર તાલુકાના મકતાનપર ગામે આવેલ મહેશભાઈ બાબુભાઈની ખાણમાં બબલુભાઇ માલસિંગ ડામોર (ઉમર ૧૬) ને વિજશોટ લાગ્યો હતો જેથી કરીને તેનું ઘટના સ્થળે જ મોત નીપજયું હતું ત્યારબાદ મહેશભાઈ બાબુભાઈ તેના મૃતદેહને વાંકાનેર સિવિલ ખાતે લઈને આવ્યા હતા.તેથી બનાવ અંગે સિવિલ હોસ્પીટલે વાંકાનેર તાલુકા પોલીસે જાણ કરી હતી માટે વાંકનેર પોલીસ મથકના જે.જી.ઝાલાએ બનાવની નોંધ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.
હાર્ટ એટેકથી મોત
મોરબી તાલુકાના રંગપર ગામની સીમમાં આવેલ સનફેમ સિરામિક રહેતા અને ત્યાં જ મજૂરી કામ કરતાં મૂળ ધ્રાંગધ્રાના રહેવાસી શામજીભાઇ લાલજીભાઇ ચાવડા જાતે દલવાડી (ઉંમર ૫૦) કારખાના પાસેથી પસાર થતા હતા ત્યારે રોડ નજીક ચક્કર આવત તેઓ પડી ગયા હતા અને બેભાન અવસ્થામાં જ તેમને હાર્ટએટેક આવી જતાં તેમનું મોત નીપજયું હતું.જેથી કરીને બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતાં પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
વરલી જુગાર રમતા એક પકડાયો
મોરબીના ગુલાબનગર વીસીપરા વિસ્તારમાં રહેતા હસનભાઈ અબ્રાહમભાઇ સુંપાર જાતે સુમરા નામના ૬૫ વર્ષીય વૃધ્ધ મોરબીના નગર દરવાજા ચોકથી જુના બસ સ્ટેશન જતા રસ્તામાં આવતા પૂનમ કેસેટ પાસેના ચોક નજીક જાહેરમાં આવતાજતા લોકો પાસેથી વરલી જુગારના આંકડા લેતા મળી આવતા પોલીસે તેમની રોકડા રૂા.૨૯૦ સાથે ધરપકડ કરી જુગારધારા હેઠળ ગુનો નોંધ્યો હતો.
