મોરબી : વાંકાનેરના મકતાનપર ગામે ખાણમાં વિજશોટ લાગતા યુવાનનું મોત
વાંકાનેરમાં નવરાત્રિની ઉજવણી માટે તૈયારીનો ધમધમાટ, પ્રાચીન ગરબી મંડળો માઁ નવદુર્ગાની આરાધના માટે સજ્જ
SHARE









વાંકાનેરમાં નવરાત્રિની ઉજવણી માટે તૈયારીનો ધમધમાટ, પ્રાચીન ગરબી મંડળો માઁ નવદુર્ગાની આરાધના માટે સજ્જ
(કેતન ભટ્ટી દ્વારા) : વાંકાનેરમાં નવરાત્રિની ઉજવણી માટે વિવિધ પ્રાચીન ગરબી મંડળો દ્વારા તૈયારીઓ શરૂ કરી દેવાઈ છે, નવ નવ દિવસ માઁ નવદુર્ગાની આરાધના કરવા આ વર્ષે અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે.
કોરોના મહામારીને કારણે છેલ્લા બે વર્ષથી દરેક તહેવારોની ઉજવણી બંધ રહી હતી. ત્યારે હવે કોરોના સંકટ હળવું થતાં રાજ્ય સરકાર દ્વારા પણ ગાઈડ લાઈન મુજબ ઉજવણી કરવાની છૂટછાટ આપવામાં આવી રહી છે ત્યારે આ વર્ષે નવરાત્રિમાં માત્ર પ્રાચીન ગરબી મંડળોને ગાઈડ લાઈન મુજબ ઉજવણી કરવાની છૂટ આપવામાં આવતાં ગરબી મંડળોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે તેમજ નાની બાલિકાઓ પણ ખુશ ખુશાલ થઈ છે. ત્યારે વાંકાનેરમાં પૂર્વ નગરપતિ જીતુભાઈ સોમાણી દ્વારા શહેરનાં ટાઉનહોલ ખાતે પ્રાચીન ગરબી મંડળ દ્વારા પૂર્વ તૈયારીઓ શરૂ કરી દેવાઈ છે.આ ઉપરાંત માર્કેટચોક ખાતે આશાપુરા ગરબી મંડળ, પ્રતાપચોક ગરબી, રામચોક ગરબી, કૃષ્ણ ગરબી સહિત શહેરનાં જીનપરા, નવાપરા, વીશીપરા સહિતનાં વિસ્તારોમાં ૧૮ થી વધુ પ્રાચીન ગરબી મંડળો દ્વારા રાસ ગરબાની રમઝટ જામશે. છેલ્લા બે વર્ષથી તહેવારો બંધ રહ્યા હોય આ સાલ નવરાત્રિની ઉજવણીમાં બેવડો ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને માત્ર પ્રાચીન ગરબી મંડળોને જ છૂટછાટ આપવામાં આવી હોય કોમર્શિયલ રાસ ગરબાનાં આયોજનો યોજી શકાશે નહીં તેમ આધારભૂત સૂત્રો પાસેથી જાણવા મળી રહ્યું છે.
