મોરબીની ત્રાજપર ચોકડીએ કારમાંથી વિદેશી દારૂની સાત બોટલો સાથે ત્રણ પકડાયા, એકની શોધખોળ ચાલુ
SHARE









મોરબીની ત્રાજપર ચોકડીએ કારમાંથી વિદેશી દારૂની સાત બોટલો સાથે ત્રણ પકડાયા, એકની શોધખોળ ચાલુ
મોરબીના સામાકાંઠા વિસ્તારમાં ત્રાજપર ચોકડી પાસેથી પસાર થતી સ્વીફટ કારને રોકીને પોલીસે તલાસી લેતાં કારમાંથી વિદેશી દારૂની સાત બોટલો મળી સાથે ત્રણ ઇસમો મળી આવ્યા હતા. તેમજ વાંકાનેર તાલુકાના જામસર ગામેથી વડુસર જતાં રસ્તેથી બાઇકને જતા ઇસમને રોકીને પોલીસે તલાસી લેતા તેની પાસેથી વિદેશી દારૂની પાંચ બોટલો મળી આવેલ આમ કુલ મળીને ૧૨ બોટલ દારૂ સાથે પોલીસે હાલમાં ચાર શખ્સોની ધરપકડ કરે છે અને બે શખ્સોને પકડવા તજવીજ ચાલી રહી છે.
પ્રાપ્ત માહિતી મુજબ મોરબી સીટી બી ડિવિજન પોલીસ સ્ટાફ સામાકાંઠે ત્રાજપર ચોકડી પાસે પેટ્રોલીંગમાં હતો ત્યારે શંકાસ્પદ જણાતી કાર નંબર જીજે ૧૩ એનએન ૧૩૩૪ પસાર થતા કારને રોકીને પોલીસે કારની તલાશી લેતા કારમાંથી વિદેશી દારૂની સાત બોટલો મળી આવી હતી જેથી કરીને પોલીસે રૂા.૨૬૨૫ ની કિંમતના દારૂના જથ્થા સાથે કારમાં સવાર રવિ નિલેષભાઇ વરાણીયા કોળી (૨૬) રહે.કુબેર સિનેમા પાછળ ધાર વિસ્તાર, હિતેશ ભુપતભાઈ ડાભી કોળી (૨૬) રહે.ટંકારા અને સાગર રમેશભાઈ અદગામા કોળી રહે.કુબેર સિનેમા પાછળ ધાર વિસ્તારવાળાની ધરપકડ કરી હતી અને તેઓએ દારૂની બોટલો રવિ રમેશભાઈ વિંઝવાડિયા કોળી રહે.સિલ્વર પાર્ક સોસાયટી મોરબી-૨ પાસેથી લાવ્યા હોવાની કેફીયત આપતા ચારેય સામે પ્રોહીબીશન એકટ મુજબ ગુનો નોંધીને રવિ વિંજવાડીયાને પકડવા તજવીજ શરૂ કરી છે.
વાંકાનેર પાંચ બોટલ
વાંકાનેર તાલુકાના જામસર ગામથી વડુસર જવાના રસ્તે ચરમરીયાદાદાના મંદિર પાસેથી પસાર થતા બાઇકને રોકીને વાંકાનેર તાલુકા પોલીસે યુવાનની તલાશી લેતા તેની પાસેથી વિદેશી દારૂની પાંચ બોટલો મળી આવી હતી જેથી કરીને પોલીસે રૂા.૧૮૭૫ ની કિંમતનો દારૂ તેમજ બાઇક નંબર જીજે ૩ એફએચ ૬૭૨૦ જેની કિંમત રૂપિયા ૩૦,૦૦૦ આમ કુલ મળીને રૂા.૩૧,૮૭૫ નો મુદામાલ જપ્ત કરીને પોલીસે હાલમાં બેચરભાઈ જાદુભાઈ સરાવાડિયા જાતે કોળી (ઉમર ૨૫) રહે.મકતનપર તા.વાંકાનેરની ધરપકડ કરી છે અને તેણે આ જથ્થો સીંધાભાઈ કરમશીભાઈ કોળી રહે.મકતનપર પાસેથી લીધો હોવાની કેફીયત આપતા બંને સામે ગુનો નોંધીને હવે વાંકાનેર તાલુકા પોલીસે સીંધા કોળીને પકડવા તજવીજ શરૂ કરી છે.
