હવે મોરબીના સિરામિક ઉદ્યોગમાં વપરાતા વાઈટ બોડી ક્લેના ભાવમાં વધારો
અચ્છે દિન: મોરબીના સિરામીક ઉદ્યોગને વિધાનસભાની પેટા ચૂંટણી સમયે ૨૭ ના ભાવે મળતો નેચરલ ગેસ આજે ૪૭.૫૧ નો થયો !
SHARE
અચ્છે દિન: મોરબીના સિરામીક ઉદ્યોગને વિધાનસભાની પેટા ચૂંટણી સમયે ૨૭ ના ભાવે મળતો નેચરલ ગેસ આજે ૪૭.૫૧ નો થયો !
મોરબીમાં સિરામિક ઉદ્યોગ માટે અહીં સસ્તા દરે મળતા લેબર સહિતના પરિબળોના લીધે વિશ્વકક્ષાનો સિરામિક ઉદ્યોગ ધમધમે છે તેમાં શંકાને કોઈ સ્થાન નથી જો કે, વારંવાર ગુજરાત ગેસ કંપની દ્વારા ભાવમાં વધઘટ કરવામાં આવે છે જેના કારણે ઉદ્યોગકારોની મુશ્કેલીમાં વધારો થાય છે અને ઘણી વખત નફો તો દૂરની વાત છે ગ્રાહકોને ટકાવી રાખવા માટે ઉદ્યોગકારોને નુકશાન કરીને પણ માલ વેચવો છે તે હકકીટ છે હાલ મળતી માહિતી મુજબ મોરબીના સિરામીક ઉદ્યોગને વિધાનસભાની પેટા ચૂંટણી સમયે ૨૭ ના ભાવે ગુજરાત ગેસ કંપની દ્વારા ગેસ આપવામાં આવતો હતો જો કે ધીમેધીમે કરતાં આજે તેનો ભાવ ૪૭.૫૧ રૂપિયા થઈ ગયો છે અને તેના ઉપર સરકારનો ટેક્સ લાગવાથી સિરામિકની પ્રોડક્શનની કોસ્ટ સતત ઉંચી જય રહી છે અને સિરામિક ઉદ્યોગને હાલમાં હરિફાઇના યુગમાં ટકી રહેવું લોઢાના ચણા ચાવવા સમાન બની ગયું છે કેમ કે, ગેસ કે અન્ય કોઈપણ રો મટીરિયલ્સનો ભાવ વધે તો સિરામિક પ્રોડક્ટેના ભાવ વધારો કરી શકાતો નથી અને ઉદ્યોગકારોને જ નુકશાની સહન કરવી પડે છે
વર્ષ ૨૦૨૦ ના સપ્ટેમ્બર માહિનામાં ગુજરાત વિધાનસભાની પેટા ચૂંટણી હતી જેમાં મોરબી માળીયા બેઠક માટેની ચૂંટણી પણ યોજાઇ હતી ત્યારે મોરબીના સિરમિક ઉદ્યોગકારોને હથેળીમાં ચાંદ બતાવીને સુવિધાઓ વધારવાની જે તે સમયે પ્રચારમાં આવેલા ભાજપના ત્યારના સિનિયર મંત્રીઑ અને આગેવાનોએ ખાતરી આપી હતી જો કે, અફસોસની વાતએ છે કે આજની તારીખ સુવિધોમાં તો કોઈ વધારો કરવામાં આવ્યો નથી પરંતુ ગેસના ભાવમાં સતત વધારો કરવામાં આવી રહ્યો છે તે હક્કિત છે મોરબી માળીયા બેઠક ઉપરથી ચૂંટાયેલા ભાજપના ધારાસભ્ય બ્રિજેશભાઇ મેરજા હાલમાં રાજ્ય કક્ષાના પંચાયત વિભાગના મંત્રી બની ગયા છે અને તાજેતરમાં જ મોરબીમાં રાજ્યના મંત્રીની જન આશીર્વાદ યાત્રા આવી હતી ત્યારે તેનું મોરબીના સિરામિક ઉદ્યોગકારો દ્વારા અદકેરું સ્વાગત કરવામાં આવ્યું હતું અને બાદમાં તેના બીજા જ દિવસે અડધી રાતે મોરબીના સિરામિક ઉદ્યોગકારોને કોઈપણ પ્રકારની જાણ કર્યા વગર ગેસના ભાવમાં ૧૦.૧૫ રૂપિયાનો તોતિંગ ભાવ વધારો કરવામાં આવે છે જેથી કરીને મોરબીના સિરામિક ઉદ્યોગ ઉપર મહિને ૨૦૦ કરોડનું ભારણ વધી ગયું છે
ત્યારે જો, ગેસ કંપનીની ભાવની આંકડાકીય માહિતી ઉપર નજર કરીએ તો મોરબીના સિરામીક ઉદ્યોગને વિધાનસભાની પેટા ચૂંટણી સમયે ૨૭ રૂપિયાના ભાવેથી ગેસ કંપની દ્વારા નેચરલ ગેસ આપવામાં આવતો હતો અને કોરોના લોકડાઉન સહિતના મુદને ધ્યાને લઈને ગેસના ભાવમાં ચાર રૂપિયાનું ડિસ્કાઉન્ટ આપવામાં આવ્યું હતું જો કે, વિધાનસભાની પેટા ચૂંટણી પૂરી થતાની સાથે જ પહેલા ડિસ્કાઉન્ટ આપવાનું ગેસ કંપની દ્વારા બંધ કરવામાં આવ્યું હતું અને બાદમાં જાણે કે મોરબીના સિરામીક ઉદ્યોગના નહિ પરંતુ ગુજરાત સરકારની ગુજરાત ગેસ કંપનીના અચ્છે દિન શરૂ થયા હોય તેવી રીતે સતત ગેસના ભાવમાં વધારો કરવામાં આવેલ છે અને આજની તારીખે મોરબીના ઉદ્યોગકારોને ગેસ કંપની દ્વારા પ્રતિ કયુબિક મીટરના ૪૭.૫૧ રૂપિયા વસૂલ કરીને ગેસ સપ્લાઈ કરવામાં આવે છે
આજની તારીખ મોરબીમાં દૈનિક ૭૦ લાખ કયુબિક મીટર ગેસ સિરામિક કારખાનાઓમાં સપ્લાઈ કરવામાં આવી રહ્યો છે એટલે કે વિધાનસભાની પેટા ચૂંટણી પહેલા મોરબીને જે ગેસ દૈનિક ૧૮.૯૦ કરોડમાં મળી રહ્યો હતો તે આજે ૩૩.૨૫ કરોડમાં મળે છે આમ ધીમેધીમે કરતાં સરકારની આ કંપની દ્વારા મોરબીના સિરામિક ઉદ્યોગકારો પાસેથી દૈનિક ૧૪.૩૫ કરોડ વધુ વસૂલ કરવાનું શરૂ કરી દેવામાં આવ્યું છે ત્યારે મોરબીના સિરામિક ઉદ્યોગના હજુ કેટલા અચ્છે દિન આવશે તેને લઈને ઉદ્યોગકારો ચિંતિત બની ગયા છે એક બાજુ સ્થાનિક લેવલે કોઈ પણ પ્રકારની સારી પ્રાથમિક સુવિધા નથી અને એક્સ્પોર્ટ માટે કન્ટેનર સહિતના પ્રશ્નો છે ત્યારે મોરબીના સિરામિક ઉદ્યોગની દિવસેને દિવસે મુશ્કેલીઓ વધી રહી છે તેમાં શંકાને કોઈ સ્થાન નથી
મોરબીના ઉદ્યોગકારોને નેચરલ ગેસના ભાવ વધારાનો ડામ સતત આપવામાં આવે છે અને છેલ્લે ટેક્સ સાથે ૧૦.૭૫ રૂપિયા પ્રતિ કયુબિક મીટરના ભાવમાં વધારો કરવામાં આવેલ છે જો કે, જૂન ૨૦૨૦ માં ૨૭.૧૬, ફેબ્રુઆરી ૨૦૨૧ ૩૩.૭૦, ઓગસ્ટ ૨૦૨૧ ૩૭.૫૧ અને ઓક્ટોમ્બર ૨૦૨૧ માં ૪૭.૫૧ રૂપિયા ગેસનો ભાવ થયો છે ત્યારે આગામી દિવસોમાં ગેસના ભાવને જો ગેસ કંપની દ્વારા સ્થિર નહીં કરવામાં આવે તો વિશ્વ કક્ષાના આ સિરામિક ઉદ્યોગની મુશ્કેલી વધશે એટલુ જ નહિ પરંતુ ઘણા કારખાના બંધ કરવામાં આવે તો નવાઈ નથી