મોરબીના રંગપર પાસેથી બિયરના ૩૦ ટીન સાથે બે ઝડપાયા
SHARE
મોરબીના રંગપર પાસેથી બિયરના ૩૦ ટીન સાથે બે ઝડપાયા
મોરબીના જેતપર રોડ ઉપર આવેલ રંગપર ગામ પાસે સિરામિક કારખાના નજીકથી પસાર થતા યુવાનને રોકીને પોલીસે તલાસી લેતાં તેની પાસેથી બીયરના ૩૦ ટીન મળી આવ્યા હતા જેથી કરીને પોલીસે બીયર અને બાઇક મળીને ૫૧ હજાર રૂપિયાના મુદ્દામાલ સાથે બેની ધરપકડ કરી છે
બનાવની જાણવા મળતી વિગતો પ્રમાણે મોરબી તાલુકાના જેતપર રોડ ઉપર રંગપર ગામની સીમમાં આવેલા સિરામિકના કારખાના પાસેથી પસાર થતા યુવાનને રોકીને પોલીસે તલાસી લેતાં તેની પાસેથી બીયરના ૩૦ ટીન મળી આવ્યા હતા જેથી કરીને પોલીસે ત્રણ હજાર રૂપિયાની કિંમતનો બિયર તેમજ ૪૮ હજાર રૂપિયાની કિંમતનું બાઈક નંબર એમપી ૪૬ એમઆર ૪૫૯૦ કબજે કરેલ છે આમ કુલ મળીને ૫૧ હજાર રૂપિયાના મુદ્દામાલ સાથે પ્રતાપભાઈ વેચાનભાઈ ચૌહાણ જાતે ભીલ (૩૫) રહે, હાલ રંગપર ગામની સીમ સીરામીક કારખાનામાં અને મોરબીના સામાકાંઠા વિસ્તારમાં રહેતા મૂળ સુરેન્દ્રનગરના રહેવાસી યાસીનભાઈ કાસમભાઈ મકવાણા જાતે સંધિ (૪૦) ની ધરપકડ કરી છે
દેશીનો આથો
માળીયા તાલુકાના ખીરઈ ગામે જીવાબાપાના મંદિર પાસે વોકળાના કાંઠે દેશી દારૂનો જથ્થો હોવાની બાતમી મળી હતી જેના આધારે પોલીસે ત્યાં રેડ કરી હતી ત્યારે દેશી દારૂ બનાવવા માટે ઉપયોગમાં લેવામાં આવતો આથો ત્યાથી મળી આવ્યો હતો જેથી કરીને પોલીસે ૮૦૦ લીટર દેશીદારૂ બનાવવા માટેનો આથો જેની કિંમત ૧૬૦૦ રૂપિયાનો મુદ્દામાલ કબજે કરીને બીલાલભાઈ દાઉદભાઈ ભટ્ટી (૨૦) રહે, બિલાલી મસ્જિદ મોરબી વાળાની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે