મોરબીમાં ઉછીના લીધેલ પૈસાના ટેન્સનમાં એસીડ પી જતા યુવાન રાજકોટ ખસેડાયો
મોરબી સહિત ગુજરાતમાં એસટીના સ્ટાફનો માસ સીએલનો કાર્યક્ર્મ હાલમાં મોકૂફ: આંદોલન ચાલુ
SHARE
મોરબી સહિત ગુજરાતમાં એસટીના સ્ટાફનો માસ સીએલનો કાર્યક્ર્મ હાલમાં મોકૂફ: આંદોલન ચાલુ
હાલમાં મોરબી સહિત ગુજરાતમાં એસટીના સ્ટાફ દ્વારા પડતર પાશનો ન ઉકેલતા હોવાથી વિરોધ વ્યક્ત કરવા માટે સૂત્રોચાર કરવામાં આવે છે જો કે, વાહનવ્યહાર મંત્રી સાથે આગેવાનોની મિટિંગ કરવામાં આવ્યા બાદ હાલમાં માસ સીએલનો કાર્યક્ર્મ ૧૯/૧૦ સુધી મોકૂફ રાખવામા આવેલ છે
મોરબી એસટી ડેપો કર્મચારી યુનિયનના આગેવાન પાસેથી જાણવા મળેલી માહિતી મુજબ નિગમના ઉપાદયક્ષ અને વહીવટી સંચાલક તેમજ વાહનવ્યહાર મંત્રી વચ્ચે ચર્ચા થયેલ હતી જેમાં વાહનવ્યવહાર મંત્રી પૂર્ણેશ મોદીએ કર્મચારીઓના પડતર પ્રશ્નોને સાંભળ્યા હતા અને પ્રશ્નોના નિકાલ માટે સમય આપવા તેમજ માસ સી.એલ.નો હાલ ન કરવા માટે જણાવ્યુ હતુ તેમજ નાણાં મંત્રાલય અને સંલગ્ન વિભાગોના અધિકારીઓ તેમજ મંત્રી તેમજ જરૂરિયાત પડે તો મુખ્યમંત્રી સાથે ચર્ચા કરી વ્યાજબી પ્રશ્નોનો નિકાલ કરવામાં આવશે તેવું જણાવ્યુ છે જેથી આંદોલન યથાવત રાખીને તા ૮/૧૦ ના રોજ માસ સી.એલ. ના કાર્યક્રમમાં ફેરફાર કર્યો છે અને તા ૧૯/૧૦ સુધીમાં જો માંગણીઓનો નિકાલ નહી કરવામાં આવે તો ૨૦.૧૦ ની મધ્ય રાત્રીથી સામુહિક સ્વૈછીક માસ સી.એલ. મૂકીને આંદોલન કરવામાં આવશે