હળવદના વાંકીયા ગામે એસિડ પી ગયેલ યુવાનનું સારવાર દરમિયાન મોત
SHARE
હળવદના વાંકીયા ગામે એસિડ પી ગયેલ યુવાનનું સારવાર દરમિયાન મોત
મોરબીના હળવદ તાલુકાના વાંકીયા ગામે રહેતા યુવાને વાડી વિસ્તારમાં એસિડ પી લીધું હતું જેથી કરીને ટૂંકી સારવાર દરમિયાન રાજકોટ ખાતે તેનું મોત નીપજ્યું હોવાનું સુત્રોમાંથી જાણવા મળેલ છે.
મોરબી સીટી બી ડિવિઝન પોલીસમાંથી મળતી માહિતી મુજબ હળવદના વાંકીયા ગામે રહેતા કેતનભાઇ વનજીભાઈ એરણીયા જાતે પટેલ (ઉમર ૩૨) નામના યુવાને વાડી વિસ્તારમાં તા.૪-૧૦ ના રોજ સવારે આઠેક વાગ્યાના અરસામાં એસિડ પી લીધુ હતુ જેથી એસિડ પી ગયેલા કેતનભાઇને સારવાર માટે મોરબીના સામાકાંઠે આવેલી સમર્પણ હોસ્પિટલે ખસેડાયા હતા ત્યાંથી તેમને વધુ સારવાર માટે રાજકોટની સિનર્જી હોસ્પિટલે લઇ જવાયા હતા અને ત્યાં રાજકોટ ખાતે ગઈકાલ તા.૫ ના મોડી સાંજના આઠેક વાગ્યાના અરસામાં સારવાર દરમિયાન મોત કેતનભાઇનું મોત નીપજયું હતું.બનાવને પગલે રાજકોટ પોલીસે નોંધ કરીને આગળની તપાસ માટે મોરબી પોલીસને જાણ કરી હતી.વધુમાં મળતી માહિતી મુજબ મૃતક કેતનભાઈ એરણીયાને સંતાનમાં એક દીકરો અને એક દીકરી હોય પરિવાર છત્રછાયા ગુમાવી હતી. થોડા સમય પહેલા મૃતક કેતનભાઇને કોરોના થઈ ગયો હતો ત્યારબાદથી તેઓ ગુમશુમ રહેતા હતા અને માનસીક દવા ચાલુ હતી. થોડા સમય પહેલા પણ તેઓએ એ વધુ પડતી ઉંઘની દવા પી લીધી હતી અને દરમિયાનમાં બે દિવસ પહેલા એસિડ પી લેતાં તેઓનું સારવાર દરમિયાન ગઇકાલે રાજકોટ ખાતે મોત નિપજેલ છે.
યુવતી સારવારમાં
મોરબીના અમરેલી ગામે હિંમતભાઈ ભિખાભાઈની વાડીએ રહેતા પરિવારના મનિષાબેન મોહનભાઈ ભીલ નામની ૧૮ વર્ષીય યુવતીને સાપ કરડી જતા તેને સારવાર માટે સિવિલ હોસ્પિટલે લાવવામાં આવી હતી.