મોરબીમાં પ્રેમ લગ્ન કરનારા યુવાન ઉપર ત્રણ શખ્સોએ ધોકા વડે કર્યો હુમલો
હળવદ નજીક રોડ ક્રોસ કરતાં રાહદારીને કાર ચાલકે હડફેટે લેતા ઇજાગ્રસ્ત વ્યક્તિનું મોત
SHARE
હળવદ નજીક રોડ ક્રોસ કરતાં રાહદારીને કાર ચાલકે હડફેટે લેતા ઇજાગ્રસ્ત વ્યક્તિનું મોત
હળવદ માળીયા હાઈવે રોડ ઉપર પરીક્ષીત કારખાના સામેથી ચાલીને રોડ ક્રોસ કરી રહેલા રાહદારીને અજાણ્યા કાર ચાલકે હડફેટે લીધા હતા જેથી કરીને રાહદારીને ઇજા થતાં તેનું મોત નીપજયું હતું હાલમાં મૃતકના બનેવીએ અજાણ્યા કાર ચાલકની સામે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે ચક્રોગતિમાન કરેલ છે
બનાવની જાણવા મળતી માહિતી મુજબ હળવદ તાલુકાનાં જુના દેવળીયા રહેતા ભરતભાઈ મગનભાઈ અઘારા જાતે પટેલ (ઉ.૩૭) એ હાલમાં અજાણ્યો ફોરવ્હીલ ગાડીના ચાલકની સામે ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યુ છે કે, હળવદ માળીયા હાઈવે રોડ ઉપર પરીક્ષીત કારખાનાની સામે માળીયા તરફથી આવતી ગાડીના ચાલકે ફરિયાદીના સાળા શીવુભા રતુભા પરમાર કે જે પગે ચાલી રોડ ક્રોસ કરી રહ્યા હતા તેને હડફેટે લીધા હતા જેથી કરીને શીવુભા રતુભા પરમારને માથાના પાછળના ભાગે, કપાળે તથા શરીરે ગંભીર ઇજાઓ થઈ હતી અને તેનું મોત નિપજાવ્યૂ હતું અને ફોરવ્હીલ કાર ચાલક ત્યાથી નાસી ગયો હતો જેથી કરીને મૃતકના બનેવીની ફરિયાદ લઈને પોલીસે આઇ.પી.સી. કલમ ૨૭૯, ૩૦૪(અ) તથા એમ.વી.એક્ટ ૧૭૭, ૧૮૪, ૧૩૪ મુજબ ગુનો નોંધીને આગળની કાર્યવાહી કરેલ છે









