મોરબીના ટીંબડીના પાટીયા પાસે ટ્રાન્સપોર્ટની ઓફિસ સામેથી ૪.૯૦ લાખના ડમ્પરની ચોરી
વધુ એક હત્યા !: મોરબીમાં પરિણીતાના ધરાર પ્રેમીએ કૌટુંબિક ભાઈને છરીના ઘા ઝીંકી યુવાનની કરી હત્યા
SHARE
વધુ એક હત્યા !: મોરબીમાં પરિણીતાના ધરાર પ્રેમીએ કૌટુંબિક ભાઈને છરીના ઘા ઝીંકી યુવાનની કરી હત્યા
મોરબીના લીલાપર રોડ ઉપર ગત મોડીરાત્રિના પ્રેમીએ પરણીત મહિલાના ઘરે જઈને તેના પતિ સાથે ઝઘડો કર્યો હતો અને "મને તારી પત્ની ગમે છે તું તારી પત્નીને મૂકી દે.." તેમ કહ્યું હતું તે વાતને લઈને બંને યુવકો વચ્ચે ઝઘડો થયો હતો જે દરમિયાનમાં કૌટુંબિક ભાઇ ઇસમે પરિણીતાના પતિને છરી ઝીંકી દીધી હતી જેથી કરીને ગંભીરપણે ઘવાયેલા યુવાનનું મોત નિપજતા મામલો હત્યામાં પલટાયો છે.હાલ મૃતકના મોટા ભાઈએ તેના ભાઇ ઉપર હુમલો કરનાર ઈસમ વિરૂદ્ધ ગુનો નોંધાવતા સીટી એ ડીવીઝન પોલીસે હત્યાના વધુ એક બનાવની આગળની તપાસ હાથ ધરી છે.
બનાવની જાણવા મળતી માહિતી મુજબ મોરબીના એ ડિવિઝન પોલીસ સ્ટેશન નજીક આવેલા લીલાપર રોડ ઉપર સ્મશાનની બાજુમાં રહેતા ઇમરાનશા ઉમરશા શાહમદાર જાતે ફકીર (૨૫) નામના યુવાનની ગત મોડીરાત્રીના છરીના ઘા મારીને નિર્મમ હત્યા કરવામાં આવી હતી જે અંગે મૃતકના મોટાભાઈ જાવિદશા ઉમરશા શાનદાર જાતે ફકીરે (૩૨) રહે. લીલાપર રોડ સ્મશાન પાસે વાળાએ મકરાણીવાસમાં રહેતા સરફરાજ ફિરોજશા શાહમદાર નામના શખ્સ વિરૂધ્ધ ફરિયાદ નોંધાવી છે જેમાં જણાવ્યા મુજબ સરફરાજ તેઓનો કૌટુંબિક ભાઇ થાય છે અને મૃતક ઇમરાનશાના પત્ની સાહિદાબેન તેને પસંદ હોય "તારી પત્ની મને પસંદ છે તું એને છોડી દે" તેમ કહીને મૃતક ઈમરાનશા સાથે ઝઘડો કર્યો હતો અને ઝઘડા દરમિયાન ઇમરાનશા ઉપર છરી વડે હુમલો કરી દીધો હતો જેથી ગંભીર રીતે ઘવાયેલા ઇમરાનશા ઉમરશા શાહમદારનું મોત નીપજ્યું હતું
વધુમાં મળતી માહિતી મુજબ મૃતક ઇમરાનના સાહિદાબેન સાથે પાંચ વર્ષ પહેલા લગ્ન થયા હતા જોકે લગ્નજીવન દરમિયાન તેઓને કોઈ સંતાન ન હોવાનું જાણવા મળેલ છે. તેમજ વધુમાં પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ મૃતક ઇમરાનશા શાહમદાર અને હત્યારા સરફરાઝના પિતા માસીયાઇ ભાઈ છે જેથી તે વારંવાર હત્યારો સરફરાઝ મૃતક ઇમરાનશાના ઘરે આવતો જતો હતો અને દરમિયાનમાં મૃતકના પત્ની સાહિદાબેન તેને ગમી ગયા હોય અને એ વાત આ સમગ્ર બનાવનું મૂળ કારણ હોવાનું હાલ ફરિયાદમાં સામે આવેલ છે જેથી કરીને એ ડિવિઝન પીઆઈ જે.એમ.આલ દ્વારા મૃતકના મોટા ભાઇ જાવીદશાની ફરિયાદ લઈને હત્યારા સરફરાઝ શાહમદાર વિરૂદ્ધ કાર્યવાહી કરીને તેને પકડવા માટે આગળની તજવીજ શરૂ કરી છે અને આરોપી પોલીસની હાથવેતમાં હોવાનુ જાણવા મળેલ છે