મોરબી જિલ્લામાં હીટ વેવને પગલે હેલ્પલાઈન નંબર જાહેર કરાયા: માર્ગદર્શિકાનું પાલન કરવા અનુરોધ
મોરબી જિલ્લા ચૂંટણી અધિકારીની જિલ્લાના નોડલ અધિકારીઓ સાથે બેઠક યોજાઈ
SHARE









મોરબી જિલ્લા ચૂંટણી અધિકારીની જિલ્લાના નોડલ અધિકારીઓ સાથે બેઠક યોજાઈ
મોરબી જિલ્લા ચૂંટણી અધિકારી તથા કલેક્ટર કે.બી. ઝવેરીના અધ્યક્ષસ્થાને લોકસભા ચૂંટણી-૨૦૨૪ અંતર્ગત જિલ્લાના નોડલ અધિકારીઓ સાથે બેઠક યોજાઈ હતી. જેમા નિષ્પક્ષ, ન્યાયી અને તટસ્થ ચૂંટણી યોજાય તે અંગે અધિકારીઓ તથા નોડલ ઓફીસરોને જરૂરી માર્ગદર્શન તથા સુચનાઓ આપી હતી.
જિલ્લા ચૂંટણી અધિકારી તથા કલેક્ટર કે.બી. ઝવેરીએ હીટ વેવને પગલે હાલ ફિલ્ડના કર્મચારીઓ માટે મંડપ સહિતની જરૂરી વ્યવસ્થાઓ કરવા, બુથ પર તમામ નોડલ અધિકારીઓને મુલાકાત કરવા, સ્ટાફ ડેટાબેઝ સેકન્ડ રેન્ડમાઈઝેશન માટેની યોગ્ય તૈયારીઓ કરવા, ચૂંટણી કામગીરીમાં રોકાયેલા સરકારી કર્મચારીઓ મતદાન કરી શકે માટે ફેસેટિલેશન સેન્ટર સહિતની વ્યવસ્થાઓ સુનિશ્ચિત કરવા, 85+ અને PWD મતદારો માટે વ્હીલચેર, વાહન તથા સહાયકની વ્યવસ્થાઓ સુનિશ્ચિત કરવા, મતદાન જાગૃતિ માટે વિશેષ કાર્યક્રમ યોજવા અને જ્યાં અગાઉ ઓછુ મતદાન થયું હોય તેવા મતદાન મથકોમાં પર વધુ મતદાન થાય તેવા પ્રયાસો હાથ ધરવા, તમામ બુથ પર પોલીંગ સ્ટાફ માટે વેલ્ફેર કીટ, મેડિકલ કીટ તથા અન્ય વ્યવસ્થાઓ સુનિશ્ચિત કરવા સંલગ્ન નોડલ અધિકારીઓને સુચના આપી હતી. આ બેઠકમાં ખર્ચ મોનિટરિંગ નોડલ ઓફિસર અને જિલ્લા વિકાસ અધિકારી જે.એસ. પ્રજાપતિ, નિવાસી અધિક કલેક્ટર એસ.જે. ખાચર, આચારસંહિતા (MCC) નોડલ ઓફિસર અને જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી નિયામક એન.એસ. ગઢવી, નાયબ જિલ્લા વિકાસ અધિકારી એન.ડી. કુગસિયા સહિત અન્ય નોડલ અધિકારીઓ હાજર રહ્યા હતા.
