મોરબી જિલ્લા ચૂંટણી અધિકારીની જિલ્લાના નોડલ અધિકારીઓ સાથે બેઠક યોજાઈ
મોરબી જિલ્લા એમસીએમસી સેલની મુલાકાત લેતા ખર્ચ નિરીક્ષક પ્રસન્ના પ્રમોદકુમાર દાતાર
SHARE









મોરબી જિલ્લા એમસીએમસી સેલની મુલાકાત લેતા ખર્ચ નિરીક્ષક પ્રસન્ના પ્રમોદકુમાર દાતાર
કચ્છ સંસદીય મતવિસ્તારમાં સમાવિષ્ટ મોરબી જિલ્લાના વિસ્તાર અન્વયે કામગીરીની સમીક્ષા કરવા મોરબી આવેલા ખર્ચ નિરીક્ષક પ્રસન્ના પ્રમોદકુમાર દાતારે જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા કાર્યરત કરાયેલ તેમજ જિલ્લા માહિતી કચેરી દ્વારા ચલાવવામાં આવી રહેલા MCMC - મીડિયા સર્ટિફિકેશન તેમજ મીડિયા કંટ્રોલિંગ સેલની મુલાકાત લીધી હતી.
આ મુલાકાત દરમિયાન તેમણે મોરબીની સ્થાનિક ચેનલ્સ દ્વારા પ્રસારિત થઈ રહેલ કાર્યક્રમનું નિરીક્ષણ કરી મોનિટરિંગ ટીમ સાથે ચર્ચા કરી હતી અને ચૂંટણીલક્ષી જાહેરાત કે અન્ય પ્રસારણ થાય તો તેને ધ્યાનમાં રાખવા જણાવ્યું હતું. અને જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર કે.બી. ઝવેરી તેમજ મીડિયા નોડલ અને સહાયક માહિતી નિયામક ઘનશ્યામ પેડવાએ ખર્ચ નિરીક્ષકને એમસીએમસી અંતર્ગત કરવામાં આવી રહેલી કામગીરી અંગે વાકેફ કર્યા હતા. અને ખર્ચ નિરીક્ષકએ CMC - કમ્પ્લેન મોનીટરીંગ સેલ તેમજ EMC - એક્સપેન્ડિચર મોનીટરીંગ સેલની મુલાકાત લઇ કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું. આ મુલાકાત દરમિયાન જિલ્લા વિકાસ અધિકારી જે.એસ. પ્રજાપતિ, નિવાસી અધિક કલેકટર એસ.જે. ખાચર સહિતના અધિકારીઓ સાથે રહ્યા હતા
