મોરબીમાં ક્રિષ્ના હોસ્પિટલના સ્ટાફ અને જુદીજુદી શાળાના વિદ્યાર્થીઓને અપાઈ ફાયરની તાલીમ મોરબી મહાપાલિકાની ટીમે એક અઠવાડીયામાં 35 ઢોરને પકડીને ડબ્બે પૂરી દીધા મોરબીમાં ગુરુવારથી દુર્ગાપુજા મહોત્સવનો પ્રારંભ મોરબીના રાજકોટ હાઇવે ઉપર બે બાઈક સામસામે અથડાતા ઇજાગ્રસ્ત વૃધ્ધ સારવારમાં મોરબી આઈટીઆઈ પાસે ડબલસવારી બાઈકને ટ્રકે ઉડાવતા બે યુવકને ઈજા મોરબી જીલ્લાના સરકારી શિક્ષકોના પગાર માટે એક્સિસ બેંક સાથે સેલેરી એકાઉન્ટ માટે એમઓયુ કરાયા લાયન્સ કલબ ઓફ મોરબી સીટી નો એક માનવીય સેવાકીય પ્રોજેક્ટ મોરબી જીલ્લામાં શરૂ કરાયેલ પાસપોર્ટ સેવા મોબાઇલ વાનને મળ્યો સારો પ્રતિસાદ
Breaking news
Morbi Today

Know Your Polling Station: મોરબીના કલેક્ટરે ઘુંટુ-ત્રાજપર મતદાન મથકની લીધી મુલાકાત


SHARE









Know Your Polling Station: મોરબીના કલેક્ટરે ઘુંટુ-ત્રાજપર મતદાન મથકની લીધી મુલાકાત

ચૂંટણી પંચ દ્વારા સમગ્ર ગુજરાતમાં લોકો પોતાના મતદાન મથક વિશે અગાઉથી જાણકારી મેળવી શકે તે માટે ‘Know Your Polling Station’ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જે અન્વયે મોરબી જિલ્લામાં પણ ૮૮૯ મતદાન મથકો પર ‘Know Your Polling Station’ નું આયોજન કરવામાં આવ્યું હતું જે અંતર્ગત ૬૫ - મોરબી મતવિસ્તાર હેઠળના ત્રાજપરમાં મતદાન મથક નં. ૧૩૭ થી ૧૪૧ અને ૬૬ - ટંકારા મતવિસ્તાર હેઠળના ઘુંટુમાં મતદાન મથક નં. ૪૧ થી ૪૩ ની જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર  કે.બી. ઝવેરીએ મુલાકાત લીધી હતી. આ મુલાકાત દરમિયાન કલેક્ટરએ મતદાન બુથ પર તડકાને ધ્યાનમાં રાખી મંડપ ઊભું કરવું, પીવાના પાણીની વ્યવસ્થા, શૌચાલય, પોલિંગ સ્ટાફ અને તેમના માટેની વ્યવસ્થાઓ, ઓ.આર.એસ. અને દવાઓ સહિત આરોગ્યની વ્યવસ્થાઓ સુનિશ્ચિત કરવા બી.એલ.ઓ. સહિત ઉપસ્થિત સ્ટાફને સૂચના આપી હતી. આ મુલાકાત દરમિયાન કલેક્ટર સાથે ચૂંટણી મામલતદાર જાવેદ સિંધી તેમજ ચૂંટણી શાખાનો અન્ય સ્ટાફ અને દરેક બુથ પરના બી.એલ.ઓ.ઓ ઉપસ્થિત રહ્યા હતા.




Latest News