Know Your Polling Station: મોરબીના કલેક્ટરે ઘુંટુ-ત્રાજપર મતદાન મથકની લીધી મુલાકાત
મોરબીમાં ગંગા સ્વરૂપ સહાય સમિતિના મધ્યમથી સિલાઈ મશીન અર્પણ કરાયા
SHARE









મોરબીમાં ગંગા સ્વરૂપ સહાય સમિતિના મધ્યમથી સિલાઈ મશીન અર્પણ કરાયા
ગંગા સ્વરૂપ સહાય સમિતિ દ્વારા ગરીબ ગંગા સ્વરૂપ બહેનોને તથા આર્થિક રીતે પછાત હોય તેવા ગરીબ પરિવારોની બહેનોને તેઓ પોતાની રોજી રોટી મેળવી શકે તથા સમાજમાં અને પોતાના કુટુંબમાં ઉપયોગી થાય તેવી ભાવના સાથે સિલાઈ મશીન આપવામાં આવે છે ત્યારે રાજેશભાઈ હરિભાઈ આદ્રોજાને ત્યાં આવા લાભાર્થી બહેનોને રૂબરૂ બોલાવીને સ્વ. કાન્તાબેન હરિભાઈ આદ્રોજાની પ્રથમ માસિક પુણ્યતિથિ નિમિત્તે સિલાઈ મશીન આપવામાં આવ્યા હતા. આ સેવાકીય પ્રોજેક્ટમાં ગંગા સ્વરૂપ સહાય સમિતિના ચેરમેન દેવકરણભાઈ આદ્રોજા તેમજ સમિતિના સભ્યો ત્રિભોવનભાઈ ફુલતરિયા, બાલુભાઈ કડીવાર, શારદાબેન આદ્રોજા, કાજલબેન આદ્રોજા તેમજ સામાજિક કાર્યકર અલ્પાબેન કક્કડ અને બહેનોની હાજર રહ્યા હતા અને આ સિલાઈ મશીન ગંગા સ્વરૂપ બહેનોને તથા આર્થિક રીતે પછાત બહેનોને દરેકની હાજરીમાં આપવામાં આવ્યા હતા.દેવકરણભાઈ આદ્રોજાએ લાભાર્થી બહેનોને જણાવ્યું હતુ કે તમે સિલાઈ શીખી લો અને પછી તમે જો સિલાઈ કેન્દ્ર ચલાવવા માગતા હોય તો તમને બીજા વધુ મશીનો પુરા પાડવામાં આવશે. ટી.સી. ફુલતરિયાએ પણ આ સમિતિ દ્વારા ચાલતા સિલાઈ કેન્દ્રો વિશેની માહિતી આપી હતી. અને બાલુભાઈ કડીવારે હાજર રહેલા લાભાર્થી બહેનો અને હાજર વડીલ બહેનોનો આભાર વ્યક્ત કરીને આ સેવાકીય પ્રોજેક્ટ પુરો કર્યો હતો.
