મોરબીમાં ક્રિષ્ના હોસ્પિટલના સ્ટાફ અને જુદીજુદી શાળાના વિદ્યાર્થીઓને અપાઈ ફાયરની તાલીમ મોરબી મહાપાલિકાની ટીમે એક અઠવાડીયામાં 35 ઢોરને પકડીને ડબ્બે પૂરી દીધા મોરબીમાં ગુરુવારથી દુર્ગાપુજા મહોત્સવનો પ્રારંભ મોરબીના રાજકોટ હાઇવે ઉપર બે બાઈક સામસામે અથડાતા ઇજાગ્રસ્ત વૃધ્ધ સારવારમાં મોરબી આઈટીઆઈ પાસે ડબલસવારી બાઈકને ટ્રકે ઉડાવતા બે યુવકને ઈજા મોરબી જીલ્લાના સરકારી શિક્ષકોના પગાર માટે એક્સિસ બેંક સાથે સેલેરી એકાઉન્ટ માટે એમઓયુ કરાયા લાયન્સ કલબ ઓફ મોરબી સીટી નો એક માનવીય સેવાકીય પ્રોજેક્ટ મોરબી જીલ્લામાં શરૂ કરાયેલ પાસપોર્ટ સેવા મોબાઇલ વાનને મળ્યો સારો પ્રતિસાદ
Breaking news
Morbi Today

મોરબીમાં નવયુગ ઍકેડેમી દ્વારા PSI-કૉન્સ્ટેબલ પરીક્ષા અંગે માર્ગદર્શન સેમિનાર યોજાયો


SHARE









મોરબીમાં નવયુગ ઍકેડેમી દ્વારા PSI-કૉન્સ્ટેબલ પરીક્ષા અંગે માર્ગદર્શન સેમિનાર યોજાયો

આગમી દિવસોમાં ખૂબ મોટી સંખ્યામાં પોલીસ વિભાગમાં ભરતી આવી છે ત્યારે  પરીક્ષાની તૈયારી કરતાં મોરબી જિલ્લાનાં વિદ્યાર્થીઓ માટે નવયુગ ઍકેડેમી દ્વારા માર્ગદર્શન સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સેમિનારમાં જાણીતા મોટિવેશનલ સ્પીકર પ્રતિકભાઈ કાછડીયા, સ્પર્ધાત્મક પરીક્ષાના ધુરંધર નવયુગ ફેંકલ્ટીના જગતદાન ગઢવી તેમજ નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશનના પ્રમુખ પી.ડી. કાંજીયાએ વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપ્યું  હતું. ત્યારે પ્રતિકભાઈએ વિદ્યાર્થીઓને  વિવિધ પ્રકારના ઉદાહરણ આપીને ખૂબ મોટિવેટ કર્યાં હતાં, જયારે જગતદાનએ પરીક્ષાનો સંપૂર્ણ રોડ મેપ સમજાવ્યો હતો. અને સંસ્થાના પ્રમુખ પી.ડી.કાંજીયાએ લાઈવ ઉદાહરણ દ્વારા વિદ્યાર્થીઓ માટે સરકારી નોકરીનું શું મહત્ત્વ છે તે સમજાવી ૯૦ ટકા ઉપર રિઝલ્ટ લાવવાનો સંપૂર્ણ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. અને મનહરભાઈ શુદ્રાએ ખૂબ સરસ સંચાલન કર્યું હતું. આ કાર્યક્રમ પી.ડી. કાંજીયાની હાજરીમાં યોજાયો હતો અને આ કાર્યક્રમને સફળ બનાવવા ઍકેડેમીના ડાયરેક્ટર દુષ્યંતભાઈ, કાજલબેન તથા છાત્રપાલભાઈએ જહેમત ઉઠાવી હતી




Latest News